જ્હાનવીએ રેમ્પ વૉક પર ખૂબસુરતીથી ફેલાવ્યો જાદુ, પણ કેટવૉક મામલે થઈ ટ્રોલ, જુવો વીડિયો | મુંબઈ સમાચાર

જ્હાનવીએ રેમ્પ વૉક પર ખૂબસુરતીથી ફેલાવ્યો જાદુ, પણ કેટવૉક મામલે થઈ ટ્રોલ, જુવો વીડિયો

જ્હાનવી કપૂરની ફિલ્મ પરમસુંદરી થિયેટરોમાં આવવાની રાહ જોઈ રહી છે. 25મી જુલાઈએ રિલિઝ થવાની હતી, પરંતુ અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ સૈયારાએ થિયેટરો પર એવો તો કબ્જો જમાવ્યો કે નિર્માતાએ ફિલ્મની રિલિઝ પાછી ઠેલવવી પડી. હવે આ જ જ્હાનવી કપૂર ટ્રોલ થઈ રહી છે તેનાં રેમ્પ વૉકને કારણે.

જ્હાનવીએ ઈન્ડિયા કાઉચર વિકમાં ખૂબસુરતીનો જાદુ વિખેર્યો, પણ એથનિક વેયર પહેરીને જે ચાલ તેણે ચાલી, તે નેટીઝન્સને ગમી નથી. જ્હાનવીએ બ્લશ પિંક શેડનો મસ્ત સ્ટાઈલીશ લહેંગો પહેર્યો હતો અને ગળામાં પહેરેલો હાર સૌનુ ધ્યાન ખેંચે તેવો હતો.



તસવીરોમાં બ્લાઉઝ ખૂબ જ સુંદર દેખાતું હતું. બ્લાઉઝની ડીપ નેકલાઇન અને કટ આઉટ કોલ્ડ શોલ્ડર સ્લીવ્ઝ તેના લુકને સ્ટાઇલિશ બનાવી રહી છે. જ્યારે બ્લાઉઝ પર ક્રિસ્ટલ, સિક્વન્સ, સ્ટોન અને થ્રેડ વર્ક ખૂબ જ સુંદર દેખાતું હતું. જ્હાનવી એકદમ એલિગન્ટ અને પરી જેવી દેખાતી હતી.

જોકે એથનિક વેયર પહેરીને જ્હાનવીએ જે કેટ વાૉક કરવું જોઈએ, તેવું ડિસન્ટ વૉક તે કરી શકી નહી અને તેના ચહેરા પર પણ જોઈએ તેવી સ્માઈલ ન હતી. બારીકાઈથી દરેક વીડિયો જોતા નેટીઝન્સે તેને પકડી પાડી. એક યુઝરે લખ્યું કે બહેન તારાથી રેમ્પ વૉક નહીં થાય, તું ઘરે જા તો બીજાએ લખ્યું કે કીમ કારદર્શિયન બનવાની કોશિશ કરી રહી છે.

જોકે યુઝર્સ તેની સુંદરતાની તારીફ પણ કરી રહ્યા છે. જ્હાનવીએ મમ્મી શ્રીદેવીની જેમ એક્ટિંગ કરવાનું પસંદ કર્યું. પિતા બોની કપૂર ફિલ્મ પ્રોડ્યુસર હોવા છતાં તેણે સ્ટ્રગલ કરવું પડ્યું છે. જ્હાનવી ઘણી સારી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ હજુ તેની છાપ દર્શકોની દિલોદિમાગ પર છવાઈ તેવી ફિલ્મ તેણે આપી નથી.

આ પણ વાંચો….આલિયા ભટ્ટ અને જ્હાનવી કપૂરે આ રીતે રિક્રિએટ કર્યું રેખા મેજિકઃ જૂઓ વીડિયો અને તસવીરો…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button