મનોરંજન

Squid Game: 2 ની આ ઈનસાઈડ વાતો તો નહીં જ જાણતા હોવ…

હાલમાં જ નેટફ્લિક્સ પર રીલિઝ થયેલા પોપ્યુલર શોમાંથી એક એવી સ્ક્વિડ ગેમ (Squid Game)ની બીજી સિઝન રીલિઝ થઈ છે. શોને માત્ર કોરિયા જ નહીં પણ દુનિયાભરમાંથી પસંદ કરવામાં આવી રહી છે. આ સિરીઝની ઘણી એવી વાતો છે કે જે આ શોના અપ્રોચને ખૂબ જ યુનિક બનાવે છે. આ તો આ સિરીઝને કોરિયન લોકોની પસંદ-નાપસંદના હિસાબે અને ત્યાંની ઈન્ટર્નલ વસ્તુઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : જાણીતા નિર્દેશ અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો લીધો નિર્ણય, હકીકત શું છે જાણો?

પરંતુ ભારતમાં પણ આ સિરીઝને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જ્યારે આટલા મોટા પાયે શો બને છે ત્યારે લોકોને એ શો અને એની અનસીન વાતો જાણવામાં ખૂબ જ રસ હોય છે. સ્ક્વિડ ગેમ સાથે પણ કંઈ આવું જ બન્યું છે. આજે તમને આ શો સંબંધિત કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

…તો ફીચર ફિલ્મ હોત સ્ક્વિડ ગેમ

2009માં સાઉથ કોરિયામાં ભારે મંદી આવી હતી. શોના નિર્દેશક કંઈક એવું બનાવવા માંગતા હતા કે જેમાં હાઈ પ્રોફાઈલ અને અલ્ટ્રા રિચ લોકોની ડાર્ક સાઈડ દેખાડી શકાય અને એની સ્ટોરી લાઈનનો બેઝ એક સર્વાઈકલ ગેમ શો હોય. જોકે, ડિરેક્ટરે પહેલાં એને એક ફિલ્મની સ્ક્રિપ્ટ તરીકે રાખી હતી. પહેલાં આ સિરીઝ એક ફીચર ફિલ્મ બનવાની હતી, પરંતુ બાદમાં અનેક પ્રોડક્શન હાઉસે આ ફોર્મેટને રિજેક્ટ કરી દીધું ત્યારે ડિરેક્ટરે તેને એક સિરીઝનું રૂપ આપી દીધું. એવું પણ કહેવાય છે કે આ શોની સ્ક્રિપ્ટને અનેક એક્ટર્સ અને પ્રોડ્યુસરે ના પાડી દીધી હતી અને 12 વર્ષ સુધી આ જ સિલસિલો ચાલ્યો હતો.

સાચો હતો નંબર, 4000 થી વધુ કોલ્સ આવ્યા…

શોના પહેલાં જ એપિસોડમાં દરેક ખેલાડીને રમવા માટે બ્રાઉન કાર્ડ મળે છે. આ કાર્ડની પાછળ એક આઠ ડિજિટનો નંબર હતો અને એને ડાયલ કરીને શોના કેરેક્ટર્સે ગેમમાં ભાગ લીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે શોમાં દેખાડવામાં આવેલો આ નંબર હકીકતમાં વેલિડ હતો. પ્રોડક્શન ટીમે ભૂલથી વચ્ચેના નંબર હટાવવાને બદલે શરૂઆતના ત્રણ નંબર હટાવ્યા, જેને કારણે કોરિયામાં રહેનારા લોકોને ત્રણ નંબર સરળતાથી મળી ગયા.

વાત જાણે એમ છે કે પહેલાંના ત્રણ નંબર 0-1-0 છે જે ત્યાંનો ઓટોમેટિક કોડ છે. છેલ્લાં નંબર ઉમેરીને લોકોએ ડાયલ કરવાનું શરૂ કર્યું. આ રીતે ફોન નંબરના અસલી માલિકને આશરે 4000થી વધુ કોલ્સ આવ્યા હતા. જોકે, બાદમાં એ વસ્તુને એડિટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રશ્મિકા સાથે આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં જોવા મળશે, સેટ પરથી શેર કર્યો વીડિયો

સાચી હતી ડોલ

શોના પહેલાં એપિસોડમાં પહેલી ગેમ હોય છે જેને રેડ લાઈટ ગ્રીન લાઈટ કહેવાય છે. આ ગેમમાં જે મોટી ડોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અસલી છે. આ ડોલને જિનછિયોન કન્ટ્રીના એક ગામથી લાવવામાં આવી હતી. આ ડોલ માછા લેન્ડના એક મ્યુઝિયમના ગેટ પર રાખવામાં આવી હતી. શોની પ્રોડક્શન ટીમે આ ડોલ ત્યાંથી ભાડા પર લીધી હતી અને શૂટિંગ બાદ પાછી આપી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button