આખરે ઐશ્વર્યાએ ડિવોર્સ માટેની ઓફિશિયલ અરજી ફાઈલ કરી જ દીધી…

હેડિંગ વાંચીને તમે વિચારી રહ્યા હોવ કે અહીં ઐશ્વર્યા રાય-બચ્ચનની વાત થઈ રહી છે, તો એવું નથી. આ તો અહીં ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કપલ્સમાંથી એક એવા નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા છેલ્લાં કેટલાક સમયથી પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી રહ્યા છે. કપલ છેલ્લાં કેટલાક સમયથી એકબીજાથી દૂર દૂર રહે છે, જેને કારણે કપલ ડિવોર્સ લેશે એવા રિપોર્ટ સામે આવી રહ્યા હતા, પરંતુ હવે કપલે ઓફિશિયલી અરજી કરીને આ તમામ અફવાઓ અને અહેવાલોની આડકતરી રીતે પુષ્ટિ કરી દીધી છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા લાંબા સમયથી એકબીજાથી દૂર અલગ અલગ રહી રહ્યા છે. હવે બંનેએ ઓફિશિયલી ડિવોર્સ માટે અરજી કરી છે અને ટૂંક સમયમાં જ તમામ ફોર્માલિટી પૂરી થઈ ગઈ છે. જોકે, હજી સુધી કપલ કયા કારણસર ડિવોર્સ લઈ રહ્યું છે એ જાણી શકાયું નથી.
નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા બંને જણ ટીવી સિરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના સેટ પર મળ્યા હતા અને અહીંથી જ બંનેની મિત્રતાની શરૂઆત થઈ. જે ધીરે ધીરે પ્રેમમાં પરિણમી. વિના કોઈ વિલંબે આ કપલે સગાઈ અને લગ્ન પણ કરી લીધા. બંનેના લગ્નમાં બોલીવૂડના અનેક સેલેબ્સે પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો: શું હંમેશ માટે અલગ થઈ જશે ઐશ્વર્યા અને…?? ગણેશ ચતુર્થી પર ડિવોર્સને લઈને આપ્યા…
વાત કરીએ નીલ ભટ્ટ અને ઐશ્વર્યાના ડિવોર્સની તો લાંબા સમયથી બંને જણ અલગ અલગ જ રહી રહ્યા હતા. જોકે, બાદમાં ઐશ્વર્યાએ એક સ્ટેટમેન્ટ આપીને નેગેટિવિટી નહીં ફેલાવવા માટેની અપીલ કરી હતી. ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં જમાવ્યું હતું કે હું લાંબા સમયથી ચૂપ છું, એનું કારણ એવું નથી કે હું નબળી છું, પણ હું મારી શાંતિને પ્રોટેક્ટ કરવા માંગું છું. મારી લાઈફ તમારા માટે એક કન્ટેન્ટ નથી.
ઐશ્વર્યા અને નીલ ભટ્ટે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બી બોસમાં ભાગ લીધો હતો. આ સમયે પણ કપલ વચ્ચે ખટપટ જોવા મળી હતી. એ સમયે પણ સલમાને કપલનું કાઉન્સેલિંગ કરવાની ટ્રાય કરી હતી.



