આ સિંગરે પતિ સાથેનો Private Video કર્યો શેર અને…

બોલીવૂડની ફેમસ સિંગર નેહા કક્કડ (Neha Kakkar) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પતિ રોહનપ્રિત સાથેનો એક એવો વીડિયો શેર કર્યો છે કે યુઝર્સ રોષે ભરાયા છે. એટલું જ નહીં પણ તેમણે સિંગરને સંભળાવવામાં પણ કંઈ બાકી નહોતું રાખ્યું. આવો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં…
નેહા અને રોહનપ્રિત ખૂબ જ પ્રેમાળ અને ક્યુટ કપલ છે. બંને જણ જ્યારે પણ ચાન્સ મળે ત્યારે એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનું ચૂકતા નથી. બંને ઝણ સાથે મેડ ફોર ઈચ અધર લાગતા હોય છે. બંને જણ અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને પોસ્ટથી રોમેન્ટિક અંદાજ ફ્લોન્ટ કરતાં રહે છે. હવે રોહનપ્રીત સાથે નેહાએ એક નવો વીડિયો શેર કર્યો છે. પરંતુ આ વીડિયો ને કારણે જ મોકાણ મંડાઈ છે.

પોસ્ટ કરાયેલા વીડિયોમાં નેહા ક્રુઝ પર પતિના ખોળામાં માથુ રાખીને સૂઈ ગયેલી છે અને રોહનપ્રીત નેહુને સૂતેલી જોઈ રહ્યો છે. બંનેની નજર એકબીજા પરથી હટી જ નથી રહી. નેહાએ રોહનપ્રીતને પોતાની સેપ પ્લેસ ગણાવી છે. કેમેરાને જોઈને નેહા અને રોહનપ્રીને એકદમ હસીને પોઝ આપ્યો હતો. બંને વચ્ચેનો આ પ્રેમ જોઈને ફેન્સ એવું કહી રહ્યા છે કે બંનેને કોઈની નજર ના લાગે…
આ પણ વાંચો : બોલીવૂડના આ ફેમસ સિંગરની તબિયત બગડી, પોસ્ટ કરી કહ્યું મને દુઃખ છે કે…
આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં નેહાએ પોતાનું લેટેસ્ટ સોન્ગ વે હાનિયા લગાવ્યું છે. આ રોમેન્ટિક સોન્ગ પર કપલનો અંદાજ એકદમ જોવાલાયક છે. નેહાને આ વીડિયો પર રોહનપ્રીતે પણ કમેન્ટ કર્યું છે અને લખ્યું છે કે હંમેશા તારા માટે ઊભો રહીશ. ફેન્સને આ બંનેની જોડી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યું છે અને તેમને મેડ ફોર ઈચ અધર કહ્યા હતા.
જોકે, કેટલાક લોકોને આ વીડિયો ખાસ પસંદ નથી આવ્યો અને તેમણે કપલને ટ્રોલ કરી છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર પર્સનલ વીડિયો કેમ શેર કરો છો તો બીજા એક યુઝરે લખ્યું છે બિલકુલ શરમ વનથી આવતી કે તમને