મનોરંજન

અન્નપૂર્ણી ફિલ્મ બાદ નયનતારાની મુશ્કેલીઓ વધી, આ બે શહેરમાં આખી કાસ્ટ વિરુદ્ધ નોંધાવી FIR….

મુંબઈ: નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણી’ ફિલ્મને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવેલી ‘અન્નપૂર્ણી’ ફિલ્મ પર ભગવાન શ્રી રામનું અપમાન કરવાનો અને હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે પહેલા મુંબઈમાં અને ત્યાર બાદ ફરી એકવાર જબલપુરમાં ફિલ્મના કલાકારો અને નિર્માતા-દિગ્દર્શક પર ધાર્મિક લાગણી ભડકાવવા અને લવ જેહાદને પ્રોત્સાહન બદલ એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

‘અન્નપૂર્ણી’ એક તમિલ ફિલ્મ છે, જેમાં નયનતારાની સાથે અભિનેતા જય અને સત્યરાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની વાર્તા ‘અન્નપૂર્ણી’ની આસપાસ વણાયેલી છે, તેનું દિગ્દર્શન નાનીલેશ કૃષ્ણાએ કર્યું છે. જો કે મુંબઈ સ્થિત ફરિયાદી રમેશ સોલંકીએ ટ્વિટર પર એક નિવેદન શેર કર્યું હતું અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી કે ફિલ્મ ‘લવ જેહાદ’ને પ્રોત્સાહન આપે છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ‘અન્નપૂર્ણિ’ ‘હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે’.

આ ઉપરાંત હિંદુ સેવા પરિષદે 9 જાન્યુઆરીના રોજ ફિલ્મ ‘અન્નપૂર્ણી’ને હિંદુ વિરોધી ગણાવીને સ્ટાર કાસ્ટ સાથે નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાણીએ કહ્યું હતું કે અન્નપૂર્ણી ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે જે હિંદુ ધર્મના પૂજ્ય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું અપમાન કરે છે.

આ ફિલ્મમાં નયનતારા એટલે કે અન્નપૂર્ણી એક શેફ બનવાનું સપનું જુએ છે. જો કે તે પોતાનું સપનું પૂરું કરે તેની સામે ઘણા અવરોધો પણ આવે છે. જો કે ફિલ્મના કલાકાર દ્વારા એવું પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન પ્રાણીઓની હત્યા કરતા અને માંસ પણ ખાતા હતા. તેના વિરોધમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ કલમ 153 અને 34 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker