બોલો, તલાક પછી નવાઝુદ્દીને 14મી ‘વેડિંગ એનિવર્સરી’ની કરી ઉજવણી
મુંબઈ: બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેની પત્ની આલિયા સિદ્દિકી સાથે ડિવોર્સ અને લગ્ન બાદના ઝઘડાને લઈને વિવાદમાં આવ્યો હતો. ‘બિગ બૉસ ઓટીટી ટૂ’માં જોવા મળેલી આલિયા સિદ્દિકીએ તેના પતિ નવાઝુદ્દીન પર સતામણીના અનેક આરોપો લગાવી પોલીસ અને અદાલતમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
આ પણ વાંચો: રણબીર-આલિયાએ કંઈક અલગ અંદાજમાં ઉજવી હોળી, વીડિયો થયો વાઇરલ
માર્ચ 2023થી બંને ડિવોર્સ પહેલા જ જુદા રહેવા લાગ્યા હતા, પણ હવે નવાઝુદ્દીન-આલિયાએ સાથે મળીને લગ્નની 14મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. લગ્નની 14મી એનિવર્સરીની તસવીર આલિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
નવાઝુદ્દીન સિદ્દિકી તેની પત્ની આલિયા સિદ્દિકી વચ્ચે ચાલી રહેલો ઝઘડો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. જોકે 25 માર્ચે આલિયાએ પતિ નવાઝુદ્દીન સિદ્દીકી અને બે બાળકો સાથે એનિવર્સરી સેલિબ્રેટ કરવાની તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં આલિયા-નવાઝ તેમની દીકરી શોરા અને દીકરા યાની સાથે જોવા મળે છે. આ તસવીર નવા વર્ષના સેલિબ્રેશન વખતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: હોળીના દિવસે ‘Big Boss’ ફેમ અભિનેત્રી થઈ Bold, તસવીરો વાઈરલ…
આલિયા સિદ્દિકીએ આ તસવીર શેર કરીને લખ્યું હતું ‘હું મારા જીવનસાથી સાથે લગ્નજીવનના 14 વર્ષની ઉજવણી કરી રહી છું. હેપ્પી એનિવર્સરી.’ એવી નોટ લખી નવાઝુદ્દીનને 14મી વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા આપી હતી. આલિયા સિદ્દિકીની આ પોસ્ટ જોઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો નિર્માણ થયા છે. થોડા સમય પહેલા નવાઝુદ્દીન સાથે જુદા રહ્યા બાદ આલિયાએ તેના નવા લવર સાથેની તસવીરો પણ શેર કરી હતી.
આ પણ વાંચો: ‘હિમાચલથી નહીં લડું ચૂંટણી’, કંગનાનું જૂનું ટવિટ થયું વાઇરલ
આલિયાના સોશિયલ મીડિયા પરથી તેના નવા લવર સાથેની પોસ્ટ ડિલિટ કરવામાં આવી હતી, જેથી શું હવે નવાઝુદ્દીન અને આલિયા ફરી સાથે આવી ગયા છે શું? એવો પ્રશ્ન લોકોને છે. આલિયા સિદ્દિકીની 14મી એનિવર્સરીની પોસ્ટને તેમના ચાહકો બંને ફરી સાથે આવવાની વાતથી ખુશ થઈ ગયા છે, તો બીજી તરફ અનેક લોકો હજુ પણ આશ્ચર્યચકિત છે.