ડેન્ટલ સર્જનના બદલે એક્ટિંગ અપનાવનારી ગુજરાતી છોકરીએ જીત્યો નેશનલ એવોર્ડ, જાણો જાનકીની રસપ્રદ વાતો | મુંબઈ સમાચાર

ડેન્ટલ સર્જનના બદલે એક્ટિંગ અપનાવનારી ગુજરાતી છોકરીએ જીત્યો નેશનલ એવોર્ડ, જાણો જાનકીની રસપ્રદ વાતો

ગઈકાલે જ વશ-2નું ટ્રેલર લૉંચ થયું. આ ફિલ્મ માટે એક દિવસમાં બે સારા સામાચર આવ્યા. ગઈકાલે જાહેર થયેલા 71મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ વશની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે પસંદગી થઈ અને ફિલ્મની હીરોઈન જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે (વશ)માટે નેશનલ એવોર્ડ મળ્યો. ગુજરાત માટે આ આનંદની વાત છે ત્યારે આવો વશ અને પછી તેની હિન્દી રિમેક શૈતાનમાં દમદાર અભિનય કરી આઈફા અને પછી નેશનલ એવોર્ડ જીતનારી જાનકી વિશે જાણીએ.

જાનકી બોડીવાલાનો જન્મ 30 ઑક્ટોબર, 1995માં થયો. તમને લગભગ નહીં ખબર હોય પણ આ અમદાવાદી જાનકીએ BDS કર્યું છે અને તે ડેન્ટલ સર્જન છે. ગાંધીનગરની ગોયેન્કા રિસર્ચ ઈન્સ્ટિટિયૂટથી તેણે બેચરલ ડિગ્રી લીધી છે. 2019માં તેણે મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને મિસ ઈન્ડિયા ગુજરાતમાં ટૉપ 3માં આવી હતી. જોકે તે પહેલા જ 2015માં જાનકી છેલ્લો દિવસ ફિલ્મમાં દેખાઈ હતી.

અર્બન ગુજરાતી ફિલ્મનો દૌર શરૂ થયો ત્યારપછીની બ્લોકબ્લસ્ટર કહી શકાય તેવી છેલ્લો દિવસમાં દેખાયેલી જાનકીએ વશમાં જ્હાનવીનો રોલ કર્યો હતો. તેના અભિનયથી પભ્રાવિત થઈ 2024માં જ્યારે અજય દેવગન અને આર. માધવનની ફિલ્મ શૈતાન આવી ત્યારે પણ ફિલ્મમાં જ્હાનવીનો રોલ જાનકીને જ મળ્યો અને જાનકીએ 2025માં આઈફા એવોર્ડ પણ જીત્યો અને હવે તે નેશનલ ફિલ્મ વિજેતા બની છે.

વશનો આ સિન કરવા માટે કરવી પડી આટલી મહેનત

જાનકીએ પોતાના વશ ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા અનુભવો શેર કરતા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિકે તેને પેન્ટમાં પેશાબ કરવાનું કહ્યું હતું. આ સિન કરવો અઘરો હતો, પણ આ સિન કરવાનું મને અભિનેત્રી તરીકે ખૂબ ગમ્યું. જાનકીએ છક્કા છૂટી જશે, તારી માટે વન્મ મોર, નાડીદોષ જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો છે.

આ પણ વાંચો…33 વર્ષની કારકિર્દી, 90થી વધુ ફિલ્મો…..શાહરુખ ખાનને પહેલીવાર મળ્યો નેશનલ એવોર્ડ મળ્યો!

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button