Natasa Stankovikએ કોના માટે લખ્યું કે I Like You? પોસ્ટ થઈ વાઈરલ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)એ ડિવોર્સની જાહેરાત કરીને લાઈમલાઈટમાં આવ્યા હતા. 2024માં ડિવોર્સ લીધા બાદ હવે નતાસાએ પોતાની જૂની યાદોને ભૂલાવીને જીવનમાં આગળ વધી રહી છે. નતાસાએ પણ બાકીના લોકોની જેમ જ નવા વર્ષની ઊજવણી કરતાં કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નતાસાએ આ ફોટો શેર કરતાં લખ્યું હતું કે 2024 હું તને ખૂબ જ પસંદ કરું છું. તે મને ઘણું બધુ શીખવાડ્યું છે અને આ માટે હું તારી આભારી છું. આશા રાખું છું કે 2025 શાંતિ, ખુશી અને પ્રેમ લઈને આવે.
આ પણ વાંચો: શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી
અહીંયા તમારી જાણ માટે કે 2024નું વર્ષ નતાસા કે હાર્દિક બંને માટે ખૂબ સારું નહોતું રહ્યું. આ જ વર્ષે એક્ટ્રેસે પતિથી છૂટા પડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ નેટિઝન્સે નતાસાને સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરી હતી. નવેમ્બરમાં નતાસાએ હાર્દિકથી અલગ થયા બાદ પોતાના જીવન વિશે કરી હતી અને જણાવ્યું હતું કે તે હજી પણ દીકરા અગસ્ત્યને કારણે હજી પણ હાર્દિક અને પરિવાર સાથે છે.
નતાસાએ સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ પણ કરી હતી અને એમાં તેણે જણાવ્યું હતું કે અમે લોકો હજી પણ એક પરિવાર છીએ. અમારું એક બાળક છે અને દિવસના અંતે એ બાળક માટે અમારે સાથે આવવું જ પડશે. વર્ષો થઈ ગયા છે અને હું દર વખતે આ જ સમયે સર્બિયા પાછી જાવ છું.
તો આ કારણે હાર્દિક પંડ્યા-નતાશા અલગ થઇ ગયા! ક્રિકેટરની હરકતો….
અહીંયા તમારી જાણ માટે કે ચોથી માર્ચ, 1994ના સર્બિયામાં જન્મેલી નતાસા પ્રોફેશનથી એક એક્ટ્રેસ અને ડાન્સર છે. પાંચ વર્ષ પહેલાં હાર્દિક અને નતાસા મળ્યા હતા. બંને જણ થોડાક સમય સુધી રિલેશનશિપમાં રહ્યા અને ત્યાર બાદ બંને જણે 31મી મે, 2020ના લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંને એક દીકરાના મા-બાપ બન્યા. જોકે, બંને જણના લગ્ન ખાસ કંઈ ટકી શક્યા નહીં. લગ્નના ત્રણ વર્ષ બાદ આખરે 2024માં હાર્દિક અને નતાસાએ ડિવોર્સની જાહેરાત કરી હતી.