મનોરંજનસ્પોર્ટસ

શું Hardik Pandya સાથે પણ Natasa Stankovic કરશે Aly Goniવાળી? જાણો શું થયું હતું એ સમયે…

ગઈકાલે રાતે જેવું ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Team India’s Allrounder Hardik Pandya)એ ડિવોર્સની જાહેરાત કરી કે સોશિયલ મીડિયા, ગૂગલ સર્ચ બધે જ હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિક (Hardik Panyda Natasa Stankovic) ટ્રેન્ડ થવા લાગ્યું છે. હાર્દિક માટે કદાચ ભલે આ પહેલું બ્રેકઅપ હોય, પણ નતાસા માટે આ કંઈ નવી વાત નથી.
છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક-નતાસા વચ્ચે સમસ્યા ચાલી રહી હતી. જોકે, તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે નતાસા માટે બ્રેકઅપનો અનુભવ કંઈ નવો નથી. આ પહેલાં પણ નતાસા ટીવી એક્ટર અલી ગોન (TV Actor Aly Goni)સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે અને ત્યારે એનું ખૂબ જ દર્દનાક બ્રેકઅપ થયું હતું. નતાસા પોતાના આ બ્રેકઅપને લઈને ખૂબ જ વોકલ હતી અને એક ટીવી રિયાલિટી શો પર પણ તેણે આ વિશે ખૂબ જ ખુલીને વાત કરી હતી. દરમિયાન એવી ચર્ચા ચાલી રહી છે કે શું હાર્દિક પંડ્યા સાથે પણ અલી ગોનીવાળી જ કરશે નતાશા? ચાલો જોઈએ શું છે આખો માંઝરો-

નતાસા અને હાર્દિક પંડ્યા રિલેશનશિપમાં આવ્યા એ પહેલાં નતાસા પાંચ વર્ષ સુધી અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી અને બંનેની મુલાકાત અલીની સિસ્ટર ઈન-લોએ કરાવી હતી. 2014માં બંને રણ રિલેશનશિપમાં આવ્યા અને લાંબો સમય સુધી બંને જણ લિન ઈન રિલેશનશિપમાં પણ રહ્યા. એ સમયે પણ અલી અને નતાસા વચ્ચે અનેક વખત મતભેદ થતાં હતા. બંને જણ અલગ થતાં અને પાછા ભેગા પણ થઈ જતા. ટૂંકમાં કહીએ તો બંનેની લવ સ્ટોરી ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ હોવાની સાથે સાથે જ થોડી અટપટ્ટી પણ હતી.

આ પણ વાંચો : Hardik Pandya પહેલાં આ એક્ટરને એક નહીં પણ બે વખત ડેટ કર્યો Natasha Stankovic?

નતાસા અને હાર્દિક બંને નચ બલિયે-9માં એક્સ કપલ તરીકે આવ્યા હતા અને બંને જણે પોતાની રિલેશનશિપને લઈને ખૂલીને વાત કરી હતી. બંનેએ એ સમયે જણાવ્યું હતું કે એક જ વર્ષમાં બંનેનું રિલેશન તૂટી ગયું હતું, પણ પાછા બંને જણ ભેગા થઈ જતા હતા. એટલું જ નહીં પણ શોના જજે જ્યારે પૂછ્યું કે તમારા બ્રેકઅપને પાંચ વર્ષ થઈ ગયા છે કે પાંચ વર્ષ બાદ તમારું બ્રેકઅપ થયું છે? જેના જવાબમાં અલીએ કહ્યું સર બ્રેકઅપને ચાર વર્ષ થયા છે. આ જ શો પર અલી અને નતાસાએ કબૂલ્યું હતું કે તેઓ એ સંજોગોમાં પોતાની રિલેશનશિપ સ્ટેટસને લઈને કન્ફ્યુઝ છે.

અલીએ આ રિલેશનશિપ વિશે જણાવ્યું હતું કે અમે લોકો વચ્ચે વચ્ચે મળતાં રહીએ છીએ તો એને કારણે ભૂલી જઈએ છીએ કે અમારું બ્રેકઅપ થઈ ગયું છે. નતાશાએ આ વાતને આગળ વધારતા કહ્યું હતું કે પાંચ વર્ષમાં બંને જણ કેટલીય વખત ઝઘડીને અલગ થાય છે અને બે વખત તો કમ્પલિટ બ્રેકઅપ થઈ ગયું હતું, પરંતુ તેઓ તેમ છતાં પણ મળતા રહેતા. કદાચ પ્રેમ જ હતો કે અમે લોકો બંને એકબીજાથી દૂર નહોતા રહી શકતા.

અલીએ બંનેના બ્રેકઅપનું કારણ અલગ અલગ કલ્ચર હોવાનું જણાવ્યું હતું. અલી એક ઈન્ડિયન ગર્લ સાથે રહેવા માંગતો હતો, જેને કારણે તેની અને નતાસાની રાહ અલગ અલગ થઈ ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button