મનોરંજન

એરપોર્ટથી નતાશાનું આ ગૂડ બાય કોની માટે, અટકળો વધુ તેજ બને છે

મુંબઈઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન જોખમમાં છે, તેવી અટકળો દિવસે દિવસે તેજ બનતી જાય છે. ગઈકાલે સૂટકેશ પેક કરેલી જોવા મળેલી નતાશાના હવે મુંબઈ એરપોર્ટ પરના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
જો કે, દંપતીએ હજુ સુધી આ અફવાઓ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. આ અફવાઓ વચ્ચે, નતાશા મંગળવારે સાંજે તેના ત્રણ વર્ષના પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈની બહાર નીકળી ગઈ હોવાનું કહેવાય છે. ત્યારે તે ક્યા જવા નીકળી તે સવાલ છે. નતાશાએ પાપારાઝી સાથે વાત કરી ન હતી, પરંતુ તેમના તરફ બાય બાય કહેતા હાથ લહેરાવ્યો હતો ત્યારે હાર્દિકના જીવનમાંથી પણ બાય બાય કરી દીધું છે કે શું તેવો સવાલ નેટિઝન્સ પૂછી રહ્યા છે.

સર્બિયન ડાન્સર્સ અને મોડલ નતાશા અને અગસ્ત્ય મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર પાપારાઝી એકાઉન્ટ પર બંનેના વીડિયો બહાર આવ્યા છે. વીડિયોમાં, અગસ્ત્ય થોડો અસ્વસ્થ લાગે છે અને તેની માતા સાથે ટર્મિનલમાં પ્રવેશતી વખતે તેની આંખો બંધ કરી રહ્યો છે. બીજી તરફ, નતાશા એકદમ શાંત દેખાતી હતી અને પાપારાઝી તરફ જોઈ રહી હતી.

હાર્દિક અને નતાશા લગ્નજીવનમાં ભંગાણના અટકળો ઘમા સમયથી વાયરલ થઈ છે. હાર્દિકે આઈપીએલમાં ખરાબ દેખાવ કર્યો હતો અને તે સમયે તેનું લગ્ન જીવન પણ બરાબર ચાલતું ન હતું. તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ કપમાં હાર્દિકે કમ બેક કર્યું છે, પરંતુ પર્સનલ લાઈફ હજુ બરાબર થઈ નથી. દરમિયાન હાર્દિકના અફેરની વાતો પણ બહાર આવી છે.

હવે બન્ને જ્યારે પોતાના સંબંધો વિશે કંઈક બોલે તો વાત સ્પષ્ટ થાય.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button