મનોરંજન

લગ્ન પહેલા જ નાગા-શોભિતાના વેડિંગ કાર્ડ થયું વાયરલ, આ દિવસે કપલ સાત ફેરા લેશે

દક્ષિણના સ્ટાર નાગા ચૈતન્યએ જ્યારથી સગાઇ કરી છે ત્યારથી ફેન્સ તેમના લગ્ન વિશે જાણવા ઉત્સુક છે. તેમના લગ્ન અંગે જુદા જુદા અપડેટ આવતા રહેતા હોય છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાએ જ્યારે ઓગસ્ટમાં તેમની સગાઈની જાહેરાત કરી હતી, ત્યારે તેમના ચાહકોને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો. તેમણે સાદાઇથી પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં સગાઇ કરી હતી અને ત્યાર બાદ ફેન્સ સાથે સગાઇની તસવીરો શેર કરી હતી. ત્યારથી ફેન્સ તેમના લગ્નની રાહ જોઇ રહ્યા છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. કપલના લગ્ન પહેલા જ તેમના લગ્નનું કાર્ડ વાયરલ થઇ ગયું છે.


વેડિંગ કાર્ડમાં કપલના નામની સાથે બંને પરિવારના સભ્યોના નામ પણ લખવામાં આવ્યા છે. આ કાર્ડ વાયરલ થયા બાદ કપલના લગ્નની તારીખ પણ સામે આવી છે. જેમાં લખ્યું છે કે લગ્નની તારીખ 4 ડિસેમ્બર 2024 છે અને બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. વેડિંગ કાર્ડમાં પરંપરાગત દક્ષિણ ભારતીય ડિઝાઇન અને આધુનિકતાનું ઉત્તમ મિશ્રણ જોવા મળે છે. લટકતી ઘંટડીઓથી સજાવવામાં આવેલા આ કાર્ડ પર ગાય, ફૂલ, દોરી, દીવો (સમય), પાંદડાનો શણગાર પણ જોવા મળે છે. કાર્ડ ઘણું જ આકર્ષક લાગી રહ્યું છે.

આ પણ વાંચો: વિરોધના વંટોળ બાદ તેલંગણાના પ્રધાને સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા સંબંધી ટિપ્પણી પાછી ખેંચી

નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાએ 8 ઓગસ્ટે સગાઈ કરી હતી. નાગાર્જુને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખુશીના સમાચારની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, “અમને જણાવતા આનંદ થાય છે કે અમારા પુત્ર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની સગાઈ આજે સવારે 9:42 વાગ્યે થઇ ગઇ છે. અમે શોભિતાનું અમારા પરિવારમાં સ્વાગત કરીએ છીએ. આ સુખી યુગલને ઘણી બધી શુભેચ્છાઓ અને પ્રેમ.” શાશ્વત પ્રેમની શરૂઆત.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button