એરપોર્ટ પર ‘બોસી’ લૂકમાં જોવા મળી ‘નાગિન’

મુંબઈઃ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાગિનથી જાણીતી બનેલી મૌની રોય તેના બોલ્ડ લૂકને લઈને હવે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, ત્યારે આજે મુંબઈ એરપોર્ટ પર ગ્રે ચેક પેન્ટસૂટમાં બોસી લૂકમાં જોવા મળી હતી. મૌની પાસે એક બેગ હતી, જ્યારે તેની કિંમત પણ હજારોમાં નહીં પણ લાખોમાં હતી.

પોતાની આગવી સ્ટાઈલની લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેનારી નાગિન એટલે મૌની રોયની ફેસન સેન્સની ઈન્ડસ્ટ્રીમાં અચૂક નોંધ લેવાય છે. મૌનીએ રોયના આઉટફીટ પણ હંમેશ ટ્રેન્ડમાં રહે છે, જ્યારે આજે એરપોર્ટ પર ક્લાસી લૂકમાં જોવા મળ્યા પછી લોકો દંગ રહી ગયા હતા.

મૌની રોય એરપોર્ટ પર ગ્રે રંગના ચેકસ પેન્ટશૂટમાં જોવા મળી હતી, જ્યારે વ્હાઈટ કલરનું શર્ટ પહેર્યું હતું. ખુલ્લા વાળ અને હાથમાં બેગ સાથે ભુરા રંગના સ્પોર્ટસ શૂઝમાં જોવા મળેલી મૌની એકદમ મોહક લાગતી હતી.
તાજેતરમાં થાઈલેન્ડના વેકેશન પર ગઈ ત્યારે પતિ અને પોતાની ફ્રેન્ડ સાથે બોલ્ડ તસવીરો અને વીડિયોને કારણે છવાઈ ગઈ હતી. બહ્યાસ્ત્રથી જાણીતી બનેલી મૌની રોય શૂટમાં જોવા મળી હતી, જ્યારે તેની પાસેની બેગની કિંમત પોણા છ લાખ રુપિયાની હતી. અન્ય એસેસરીઝની વાત કરીએ તો હાથમાં રિંગ સાથે આંખો પર બ્લેક કલરના ગોગલ્સ પહેર્યા હતા. આ ગોગલ્સની કિંમત પણ 35000થી વધુની હતી.
મૌની રોય છેલ્લે બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી. જુનુન ફિલ્મમાં તેને એક વિલન તરીકે અભિનય કર્યો હતો. આગામી ફિલ્મ ધ વર્જિન ટ્રીમાં સની સિંહ અને પલક તિવારી સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાંત સચદેવ કરશે અને નિર્માતા સંજય દત્ત હશે.