છેલ્લાં બે મહિનામાં ત્રણ Adult Starના મૃત્યુનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે…
એડલ્ટ ફિલ્મ સ્ટાર Sofia Lione આશરે એક અઠવાડિયા પહેલાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃતઅવસ્થામાં મળી આવી હતી અને આ વાતનો ખુલાસો ખુદ તેના સાવકા પિતાએ કર્યો હતો. હાલમાં સોફિયાના પિતા પોતાની દીકરીનું સ્મારક બનાવવા માટે ફંડ એકઠું કરી રહ્યા છે.
તમારી જાણ માટે કે છેલ્લાં બે મહિનામાં ત્રણ એડલ્ટ સ્ટારના મૃત્યુ થવાને કારણે આ તમામ મૃત્યુનું રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે. આ પહેલાં પહેલાં 36 વર્ષીય કેગ્ની કિન કાર્ટર અને ત્યાર બાક 43 વર્ષીય એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ જેસી જેનનું નિધન થયું હતું. આ ત્રણેય સ્ટારના મૃત્યુ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
સોફિયા લિયોનના પિતાના જણાવ્યા અનુસાર તેમના પરિવારે પહેલી માર્ચ, 2024ના સોફિયાને પોતાના એપાર્ટમેન્ટમાં બેહોશ મળી આવી હતી. જોકે હજી સુધી સોફિયાના મૃત્યુનું કારણ નથી જાણી શકાયું પણ ચોંકાવનારી વાત તો તો એ છે કે છેલ્લાં બે મહિનાની અંદર આ ત્રીજી એડલ્ટ સ્ટારનું મૃત્યુ છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને મૃત્યુ પાછળના કારણને જાણવાનો પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં પણ સોફિયાના પિતાના મતે તેના આકસ્મિક મૃત્યુને કારણે તમામ લોકો આઘાતમાં સરી પડ્યા છે અને તેનો આખો પરિવાર સોફિયા માટે ન્યાય માંગી રહ્યો છે.
મોડલિંગ એજન્સી 101 મોડલિંગ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપવામાં આવેલા દાવામાં જણાવવામાં આવ્યું છે કે સોફિયાના મૃત્યુને લૂંટ અને હત્યાના એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, છેલ્લાં બે મહિનામાં સોફિયા સહિત 3 એડલ્ટ સ્ટારના મૃત્યુ થયા છે અને આ તમામ મૃત્યુ એકદમ ચોંકાવનારા છે.
ગયા મહિને એડલ્ટ ફિલ્મ સ્ટાર કેગ્ની લિન કાર્ટરનું ઓહિયોમાં નિધન થયું હતું. 36 વર્ષની કેગ્નીના મૃત્યુને આત્મહત્યા માનવામાં આવી રહ્યું છે. જ્યારે રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો ફેમસ એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ જેસી જેનનું પણ 43 વર્ષની વયે નશીલી દવાના ઓવરડોઝને કારણે નિધન થઈ ગયું હતું.