મનોરંજન

અર્જુન રામપાલની દીકરી સુંદરતામાં તો બોલીવૂડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર…

બોલીવૂડમાં સ્ટાર કિડ્સનો આખો એક નવો બેચ આવ્યો છે અને એમાંથી અનેક સ્ટારકિડ્સ તો પોતાના પેરેન્ટ્સ કરતાં પણ ચાર ચાસણી ચડે એવા હોય છે તો કેટલાક વળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ ના હોય તો પણ લાઈમલાઈટમાં રહેતાં હોય છે.

આજે આપણે અહીં આવા જ એક સ્ટાર કિડ વિશે વાત કરીશું. આ સ્ટારકિડ છે બોલીવૂડ એક્ટર અર્જુન રામપાલની 20 વર્ષીય દીકરી માયરા રામપાલ. માયરા મોડેલિંગની દુનિયમાં એક્ટિવ છે અને સુંદરતામાં તો તે અનન્યા પાંડેને પણ ટક્કર આપે છે.

આપણ વાંચો: અર્જુન રામપાલને કરચોરી કેસમાં રાહત: હાઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું

50 વર્ષીય અર્જુન રામપાલ ફિટનેસમાં અને લૂક્સમાં ન્યુકમર્સને પણ ટક્કર આપે છે. હાલમાં જ તે વેબ સિરીઝ રાણા નાયડુની બીજી સિઝનમાં જોવા મળ્યો હતો. અર્જુન ઈન્ડસ્ટ્રીનો એવો કલાકાર છે જે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતો હોય છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અર્જુન રામપાલની નાની દીકરી માયરા રામપાલ છવાયેલી છે. સુંદરતામાં માયરા મોટી મોટી એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.

માયરા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને લોકો તેને ખૂબ જ પસંદ પણ કરે છે. માયરા અર્જુન અને તેની એક્સ વાઈફ મેહરની નાની દીકરી છે. માયરાની મોટી બહેન માહિરા રામપાલે સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ પ્રાઈવેટ રાખ્યું છે.

આપણ વાંચો: ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક રિલીઝ: 20 વર્ષ નાની સારા અર્જુન સાથે જમાવશે જોડી…

અર્જુન અને મેહર જેસિયાએ લગ્નના 20 વર્ષ બાદ ડિવોર્સ લીધા હતા, પરંતુ એક્ટરના પોતાની બંને દીકરીઓ સાથે સારા સંબંધો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેમની બોન્ડિંગ જોવા મળે છે.

વાત કરીએ માયરાની તો માયરા મોડેલિંગ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવે છે. 2023માં તેણે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે થયેલાં પ્રી-ફોલ ફેશન શોથી પોતાનું ડેબ્ય કર્યું હતું અને અર્જુને એની પોસ્ટ પણ શેર કરી હતી.

માયરાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 38 હજારથી વધુ ફોલોવર્સ છે. એક્ટર પણ અવારનવાર માયરાના ફોટો શેર કરે છે. બંનેના સાથે ફોટો જોવાનું ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button