સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના જીવન પર આધારિત ભિંતચિત્રનું આજે અનાવરણ | મુંબઈ સમાચાર
મનોરંજન

સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના જીવન પર આધારિત ભિંતચિત્રનું આજે અનાવરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્વરસમ્રાજ્ઞી, ભારતરત્ન, સ્વર્ગીય લતા મંગેશકરના સન્માનમાં સંગીત ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન પર આધારિત ભિંતચિત્રને કેમ્પ્સ ફ્લાયઓવરને લાગીને ન્યાયમૂર્તી સીતારામ પાટકર માર્ગ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે, જેનું અનાવરણ રવિવારે, નવ માર્ચના કરવામાં આવવાનું છે.

લગભગ ૫૦ ફૂટ લાંબુ અને ૧૫ ફૂટ ઊંચાઈના આકારનું આ ભિંતચિત્ર (શિલ્પ) ઊભું કરવા માટે મંગેશકર પરિવારે યોગદાનન આપ્યું છે. લતા મંગેશકરના સંગીત ક્ષેત્રના સંપૂર્ણ જીવનપટ કલાત્મક અને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરના સંગીત ક્ષેત્રના પ્રવાસને વિવિધ તબક્કામાં દર્શાવવામાં આવ્યા છે.

Back to top button