TMKOCના આ કલાકારે મનાવ્યો પોતાનો 38મો જન્મદિવસ, જેઠાલાલજી સાથે છે ખાસ કનેક્શન… | મુંબઈ સમાચાર
મનોરંજન

TMKOCના આ કલાકારે મનાવ્યો પોતાનો 38મો જન્મદિવસ, જેઠાલાલજી સાથે છે ખાસ કનેક્શન…

ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલા સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)ની એક અલગ ફેન ફોલોઈંગ છે. આ શોને લઈને દર થોડાક સમયે કોઈને કોઈ અપડેટ્સ આવતી રહી છે. ગઈકાલે જ શોના એક જાણીના અને માનિતા કલાકારે પોતાનો 28મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ કોણ છે આ સેલિબ્રિટી?

સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય પાત્ર બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાએ હાલમાં જ પોતાનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, એના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. બબીતાજી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે સોશિયલ મીડિયા પર પોતાના સ્ટાઈલિશ અને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે.

મુનમુન દત્તાએ 28મી સપ્ટેમ્બરના પોતાનો 38મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં મુનમુન દત્તા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં મુનમુન દત્તા પોતાની માતા સાથે જોવા મળી રહ્યા છે. ફોટોમાં જોવા મળી રહેલાં કેક પર મુન લખેલું છે. ફેન્સ પણ સોશિયલ મીડિયા પર મુનમુન દત્તાના વાઈરલ ફોટો પર કમેન્ટ અને લાઈક કરીને તેના પર વ્હાલ વરસાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મુનમુન દત્તાની ખૂબ જ તગડી ફેન ફોલોઈંગ છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં મુનમુન દત્તાએ લાલ રંગનો આઉટફિટ પહેર્યો છે અને ગ્લોસી મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મુનમુન દત્તાનો જન્મ 28મી સપ્ટેમ્બર, 1987ના દુર્ગાપુર ખાતે થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સીરિયલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી અને બબીતા એટલે કે મુનમુન દત્તાની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. ઓન સ્ક્રીન બંનેની જોડી ખૂબ જ એન્ટરટેઈનિંગ અને ક્યુટ લાગે છે.

આ પણ વાંચો…TMKOCના કલાકારે કર્યો દયાબેનની એન્ટ્રીની લઈને ચોંકાવનારો ખુલાસો, કહ્યું તેઓ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button