ટોપ ન્યૂઝમનોરંજન

Big Boss 17ના વિજેતાને ફક્ત પ્રાઈઝ મની જ નહી આ પણ મળે છે ઈનામમાં

મુંબઈ: રિયાલીટી શો બિગ બોસનો એક મોટો ચાહક વર્ગ છે. લોકો ઘણા હોંશે હોંશે આ શો જોતા હોય છે. ત્યારે છેલ્લા બે એપિસોડથી બિગબોસ વિનરની અટકળો ચાલી રહી હતી. જો કે તેમાં મુનાવર ફારુકી અને અંકિતા લોખંડેના નામ મોખરે હતા. આતુરતાથી જેની રાહ દર્શકો જોઈ રહ્યા તે બિગ બોસ સીઝન 17 ના વિજેતાની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી.

અને મુનાવર ફારૂકીએ આ શોની ટ્રોફી જીતી હતા. બિગબોસ 17માં કેટલાક સ્ટાર્સ પણ વાઈલ્ડ કાર્ડ તરીકે શોનો હિસ્સો બન્યા હતા. બધાને પાછળ છોડીને મુનાવર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને હવે મુનવરે આ શોનું ટાઇટલ જીતી લીધું છે. તેણે આ ટાઈટલ પોતાના જન્મદિવસના દિવસે જ જીત્યું હતું. અને અભિષેક કુમાર આ શોનો રનર અપ બન્યો હતો.

બિગ બોસની આ સીઝન 15 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થઈ હતી. 107માં દિવસે સુધી ચાલેલા આ શો નો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ 28મી જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો. ટોચના 5 ફાઇનલિસ્ટ સ્પર્ધકોમાંથી એક પછી એક એમ ચાર સ્પર્ધકો શોની બહાર થઈ ગયા અને મુનવ્વરે આ સિઝન જીતી લીધી. બિગ બોસ 17નો વિજેતાને ઈનામમાં ટ્રોફી સાથે 50 લાખ રૂપિયાની રોકડ પ્રાઈઝ મની અને એક કાર પણ આપવામાં આવી હતી. જીત થતા જ મુનાવર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. અને તેને ચાહકો તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.


સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે પોતાની કારકિર્દીના શરૂઆત કરનાર મુનાવર ફારૂકીને આજે કોઈ ઓળખની જરૂર નથી. નોંધનીય છે કે કંગના દ્વારા હોસ્ટ કરાયેલા વિવાદાસ્પદ રિયાલિટી શો ‘લોકઅપ’ના વિજેતા તરીકે મુનાવર લાઈમલાઈટમાં આવ્યો હતો. તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button