કોમેડિયન અને રેપર મુનાવર ફારુકીનો વિવાદ સાથે અતૂટ નાતો છે. તે કોઇને કોઇ વાતે વિવાદમાં રહેતો હોય છે. હાલમાં જ તેણે કોંકણી લોકો પર અભદ્ર મજાક કરી હતી, જેના અંગે ભારે હોબાળો થયો હતો અને સોશિયલ મીડિયા પર તેની નિંદા કરવામાં આવી રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને મુનાવરે હવે તેમની ટિપ્પણી માટે જાહેરમાં માફી માંગી છે.
કોમેડિયન અને રેપર મુનાવર ફારુકીએ તેના સ્ટેન્ડ-અપ કોમેડી શોમાં કોંકણીઓ વિશે અપમાનજનક મજાક કરી હતી. કોંકણ સમુદાયના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. કોમેડિયનને ચેતવણી આપવામાં આવી હતી કે તે બને તેટલી વહેલી તકે માફી માંગે,અન્યથા…
આ સમગ્ર વિવાદ બાદ મુનવ્વરે માફી માંગવાનું યોગ્ય માન્યું હતુ. તેણે એક વીડિયો શેર કરીને તેની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેનો ઇરાદો કોંકણી લોકોને નુકસાન પહોંચાડવાનો ન હતો અને તેના સંદર્ભને ખોટી રીતે લેવામાં આવ્યો હતો. જો તેના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે જાહેરમાં બધાની માફી માંગે છે.
મુનાવર ફારુકીએ એક શો કર્યો હતો જેમાં તેણે મહારાષ્ટ્રના કોંકણ સમુદાય પર ટિપ્પણી કરી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. મુનવ્વરે કહ્યું હતું કે કોંકણ સમુદાયના લોકો ચૂ* બનાવે છે. મુનવ્વરે તેની મજાકમાં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તેના પર વિવાદ થયો હતો. મુનવ્વરે કહ્યું હતું કે કોંકણ સમુદાયના લોકો ચૂ* બનાવે છે. આ વીડિયો જાહેર થયા બાદ તે વિવાદમાં આવી ગયો હતો.
ભારતીય જનતા પાર્ટીના વિધાન સભ્ય નિતેશ રાણેએ તેને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો,જેમાં તેણે કહ્યું હતું કે , “તારા જેવા લીલા સાપને પાકિસ્તાન મોકલવામાં લાંબો સમય નહીં લાગે.”