મુંબઈ લોકલમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓએ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર મુંબઈ લોકલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુંબઈ લોકલમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ ક્લાસિક બોલીવૂડ ટ્રેક સોચેંગે તુમ્હેં પ્યાર કરે કે નહીં… ગાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારું દિલ પણ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની @ideshnoor નામની આઈડી પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓ ભીડભરેલી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસીઓએ પોતાના પ્રવાસને મજેદાર બનાવવા માટે સંગીતની મહેફિલ જમાવી છે. આ જોઈને તેમની સાથે પ્રવાસ કરી રહેલાં બીજા પ્રવાસીઓ પણ એકદમ ખુશ થઈ ગયા હતા.
આ વીડિયો શેર કરીને યુઝરે કેપ્શનમાં લખ્યું હતું કે મુંબઈ લોકલમાં છેલ્લાં છ મહિના કરતાં પણ લાંબા સમયથી પ્રવાસ કરી રહ્યો છું અને દરરોજ એક નવું આશ્ચર્ય જોવા મળે છે. આજે હું ખરેખર ખૂબ જ લકી હતો કે એક અંકલ લોકોના ગ્રુપે ઈમોશનલ ધૂન અને ગીતો ગાઈને અમારી મુસાફરીને એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં બદલી દીધો હતો.
કેપ્શનમાં આગળ એવું પણ લખવામાં આવ્યું છે કે તેમની એનર્જીએ મને યાદ અપાવ્યું કે મેજિક ત્યારે થાય છે જ્યારે તમે એની સૌથી ઓછી આશા રાખતા હોવ છો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સનું દિલ જિતી રહ્યું છે. આ વીડિયોમાં મુંબઈગરાનો ટ્રુ સ્પિરીટ દેખાઈ રહ્યો છે, જે અસ્તવ્યસ્ત હોવા છતાં પણ એકદમ મેજિકલ છે… તમે પણ ના જોયો હોય આ વીડિયો તો અત્યારે જ જોઈ લો..