મનોરંજન

આ કોની કલાકારી જોઈને નીતા અંબાણી અને મુકેશ અંબાણી થયા ઈમોશનલ? વીડિયો થયો વાઈરલ…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર પોતાના પારિવારિક, ધાર્મિક, સાંસ્કૃતિ અને કળાને લઈને એક અલગ જ લગાવ ધરાવે છે. અંબાણી પરિવારનો કળા અને કલાકારો સાથે એક અલગ જ બોન્ડ છે અને આ વાતની સાબિતી ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો જોઈને મળી રહી છે. આ વીડિયોમાં કલાકારની અદ્ભૂત કલાકૃતિ જોઈને નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને એકદમ ભાવુક થઈ જાય છે. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ આખી ઘટના વિસ્તારથી…

હાલમાં જ મુંબઈ ખાતે આવેલા સ્વદેશ ફ્લેગશિપ સ્ટોર લોન્ચમાં ભારતીય કળાના શાનદાર નમૂના જોવા મળ્યા પણ આ જ સમયે કંઈક એવું થયું કે જેને મુકેશ અંબાણી અને નીતા અંબાણી બિલકુલ નહીં ભૂલી શકે. આ સમયે નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાનું સુંદર હેન્ડક્રાફ્ટેડ પોર્ટ્રેટ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ પણ વાંચો : સાસુ નીતા અંબાણીના ડાયમંડ નેકલેસ સાથે આ શું કર્યું રાધિકા મર્ચન્ટે? ફોટો જોશો તો…

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ પોર્ટેઈટ ખૂબ જ સુંદર છે. બંને જણ આ સુંદર કલાકૃતિને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ ભાવુક થઈ જાય છે. સોશિયલ મીડિયા પર અંબાણી કપલનું આ રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે. આ પોર્ટ્રેઈટ સુંદર પશ્મિના અને સિલ્કમાંથી બનાવવામાં આવ્યું છે અને તેને વોલનેટના લાકડાની ફ્રેમે વધારે ખાસ બનાવ્યું હતું.

પોર્ટ્રેઈટ વિશે વાત કરીએ તો આ સુંદર કલાકૃતિ તૈયાર કરવા માટે કલાકારને એક વર્ષનો સમય લાગ્યો હતો અને સ્વદેશે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ આઈડી પર શેર કર્યું છે. આ સુંદર કલાકૃતિમાં ચાર દુર્લભ ટેક્નિકનું સંમિશ્રણ જોવા મળે છે. આ પેઈન્ટિંગમાં 3D આર્ટ, એમ્બ્રોઈડરી ઝરી, સિંગલ ટોન શેડિંગ અને વોલનટ વૂડ કાર્વિંગનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે. 45 પ3કારના કલર અને છ શેડ્સ આ પેઈન્ટિંગમાં પ્રાણ ફૂંક્યા હતા.

આ પણ વાંચો : Viral Video: મુકેશ અંબાણી નહીં આ ખાસ વ્યક્તિનો બર્થડે સેલિબ્રેટ કર્યો નીતા અંબાણીએ, કો-ઓર્ડ સેટમાં…

આ પણ વાંચો : નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ દીવાળી પાર્ટીમાં કર્યું કંઈક ખાસ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ!

આર્ટિસ્ટ રફીક અહેમદ સૌફી અને શાહનવાઝ અહમદ સોફીએ આ સુંદર કલાકૃતિ તૈયાર કરીને નીતા અંબાણી અને મુકેશ અંબાણીને ગિફ્ટ કર્યું હતું. કલાકારોએ આ પેઈન્ટિંગ તૈયાર કરવાની તેમની સફર વિશે વાત કરી હતી જે સાંભળીને હાજર તમામ લોકો દંગ રહી ગયા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ ઉમદા કલાકારો સાથે વાત કરીને આભાર પ્રગટ કર્યો હતો. મુકેશ અંબાણીએ આ પોર્ટેઈટ જોઈને એક શબ્દમાં તેના વખાણ કરતાં ફેનોમિનલ કહ્યું હતું અને આ કલા પેઢી દરપેઢી આગળ વધવી જોઈએ એવું જણાવ્યું હતું.

નીતા અંબાણી પણ આ અદ્ભૂત કલાકૃતિ જોઈને દંગ રહી ગયા હતા અને તેઓ આ પેઈન્ટિંગ જોઈને ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે આ પેઈન્ટિંગને સ્ટનિંગ ગણાવીને આર્ટિસ્ટની મહેનત અને પ્રતિભાના દિલથી વખાણ કર્યા હતા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો અને કમેન્ટ સેક્શનમાં અમને તમારી પ્રતિક્રિયા ચોક્કસ જણાવો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button