મનોરંજન

એક સમયે બાળકોના પ્રિય ‘Shaktiman’ થયા ટ્રોલ, મુકેશ ખન્નાના વૃદ્ધત્વની ઉડાવી માજાક

મુંબઈ: 90ના દશકાના બાળકોમાં શક્તિમાન સિરિયલ ખુબ લોકપ્રિય હતી, શક્તિમાનનું પાત્ર ભજવતા અભિનેતા મુકેશ ખન્નાની લોકચાહના ઘરે ઘરે પહોંચી (Mukesh Khanna as Shaktiman) હતી. આટલા વર્ષો બાદ મુકેશ ખન્ના ફરી એકવાર શક્તિમાનના અવતારમાં જોવા મળ્યા હતાં, જેને કારણે તેમના ચાહકો ખુશ થઈ ગયા હતા, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.


Also read: રિયલ લાઈફની અનુપમા પણ નીકળી ફાઈટરઃ દીકરીને મોકલી દીધી લીગલ નોટિસ


મુકેશ ખન્ના ઘણા સમયથી શક્તિમાનની ફિલ્મો અને સિરિયલો ફરી બનવવાનું વચન આપી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ટીઝર વીડિયો રિલીઝ કર્યો, તેઓ પોતે શક્તિમાનનો કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતાં.

મુકેશ ખન્ના શક્તિમાનનો યુનિફોર્મ પહેરીને મીડિયા સમક્ષ આવ્યા ત્યારે લોકોએ તેમના લુક પર સવાલો ઉઠાવ્યા હતા. મુકેશ ખન્નાને 66 વર્ષની ઉંમરે શક્તિમાનનો કોસ્ચ્યુમ પહેરેલા જોઈને લોકોએ તેમના પેટ અને ગ્રે વાળની મજાક ઉડાવી હતી. તેની મજાક ઉડાવતા ટ્રોલ્સે તેમને ‘પેટુમાન’ અને ‘બુઢામાન’ કહ્યાં. જોકે ઘાણા લોકો તેમના બચાવમાં આવ્યા છે, આને ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

લોકોએ કમેન્ટ સેક્શનમાં મજાક ઉડાવી: એક યુઝરે લખ્યું કે, કોઈ મારું બાળપણ પાછું આપો અને આનું લઇ જાઓ. એક વ્યક્તિએ લખ્યું- ભાઈ, હું બાળપણમાં આને જોઈને ખુશ થતો હતો, હવે મને શરમ આવે છે. એક શખ્સે લખ્યું, કોઈ આમને શક્તિમાનમાંથી બહાર કાઢો. અમારા બાળપણના દિવસો વીતી ગયા છે પરંતુ આ માણસનું વૃદ્ધત્વ નથી આવી રહ્યું. એક યુઝરે ઇમોજી સાથે લખ્યું કે બાળપણની બધી યાદોને આ રીતે બરબાદ કરી દીધી છે.
વીડિયો પર લોકોએ આવી ઘણી કોમેન્ટ કરી છે.


Also read: શાહરૂખ ખાનને ધમકી આપનાર વકીલની ધરપકડ; પુછપરછ માટે મુંબઈ લાવવામાં આવશે


‘શક્તિમાન’ ના કમબેક અંગે ચર્ચા: વર્ષ 1997માં શરૂ થયેલી આ સિરિયલે લાંબા સમય સુધી બાળકોના દિલ પર રાજ કર્યું અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું. પરંતુ પછી જ્યારે શો બંધ થયા બાદ ફરી શરુ થઇ શક્યો નહીં, જયારે ચાહકો તેની રાહ જોતા રહ્યા. આ વચ્ચે મુકેશ ખન્નાએ ઘણી વખત શક્તિમાન પર ફિલ્મ બનાવવા અંગે વચન આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button