મનોરંજન

મુકેશ ખન્નાએ અક્ષય કુમારને આપી દીધી સલાહ; કહ્યું, “પોતાની છબીને છાજે તેવા જ..

શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની (Mukesh Khanna) છાપ સ્પષ્ટવક્તા તરીકેની છે અને ઘણા નિવેદનોના કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. સોનાક્ષી સિન્હા અને શત્રુઘ્ન સિન્હાના નિવેદનો સામે આવ્યા બાદ મુકેશ ખન્નાએ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન ફરી આ મામલે વાત કરી હતી. આ ઉપરાંત મુકેશ ખન્નાએ અક્ષય કુમારને લઈને પણ વાત કરી છે. તેમણે અક્ષય કુમારને સલાહ આપી છે. ચાલો તમને જણાવીએ કે તેણે શું કહ્યું.

મુકેશ ખન્નાએ અક્ષય કુમાર વિશે શું કહ્યું?
મુકેશ ખન્નાએ સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તે હાલમાં જ અક્ષય કુમારને (Akshay Kumar) મળ્યા હતા અને સુપરસ્ટારને કરિયરની સલાહ આપી હતી. આટલું જ નહીં, તેનું કહેવું છે કે તેણે અક્ષયને એક પ્રોજેક્ટની પણ ઓફર કરી છે. તેમના કહેવા પ્રમાણે, અક્ષય કુમારે તેમની સમક્ષ એ વાત કરી હતી કે તે આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

અક્ષય કુમારને આપી સલાહ
મુકેશ ખન્નાએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ‘એક્ટર તરીકે તેની ભૂલ હતી કે તે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સાથે ન્યાય ન કરી શક્યો. દિગ્દર્શકે પણ મારી સાથેના એક ઈન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે ફિલ્મથી દૂર થઈ ગયા. મેં અક્ષયને સલાહ આપતા કહ્યું હતું કે તેણે તેવા પાત્રોની ભૂમિકાઓ જ પસંદ કરવી જોઇએ કે જે તેની છબીને અનુરૂપ હોવો જોઈએ. તેઓએ સ્ક્રીન પર ફાઇટર્સની ભૂમિકા ભજવવી જોઈએ અને શક્ય તેટલું એક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Also read: Fact Check: દીપિકા-રણવીરે પુત્રી Dua સાથે કરાવ્યું ફોટોશૂટ, આ છે હકીકત

સોનાક્ષી સિન્હાના કેસની કરી વાત
એક અન્ય આપેલા ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સિન્હાના કેસ વિશે વાત કરતા મુકેશ ખન્નાએ કહ્યું – મને આશ્ચર્ય છે કે તેને પ્રતિક્રિયા આપવામાં આટલો સમય લાગ્યો. હું જાણતો હતો કે પ્રખ્યાત શો ‘કૌન બનેગા કરોડપતિ’માં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરીને હું તેમને નારાજ કરી રહ્યો છું, પરંતુ મારો તેમને અથવા તેમના પિતાને બદનામ કરવાનો કોઈ ખરાબ ઈરાદો નહોતો, જે મારા સિનિયર છે અને મારે તેમની સાથે ખૂબ સારા સંબંધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button