દુનિયાની નજરમાં કરોડપતિ બિઝનેસમેન હોય મુકેશ અંબાણી, પણ ઘરે તો…

હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઉંધુચત્તુ વિચારી લો એ પહેલાં તમને કહી દઈએ કે દુનિયાની સામે ભલે મુકેશ અંબાણી કરોડપતિ બિઝનેસમેનની ડ્યૂટી નિભાવતા હોય પણ ઘરે તો તેઓ એક ક્યુટ, કેરિંગ અને લવિંગ દાદાની જવાબદારી નિભાવતા હોય છે. ઈવેન્ટ્સમાં, લગ્નમાં મુકેશ અંબાણી પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ સાથે મોજ-મસ્તી કરતાં જોવા મળતાં જ હોય છે અને આવું જ ફરી એક વખત જોવા મળ્યું હતું, જેમાં લગ્નમાં હાજરી આપવામાં પહોંચેલા મુકેશ અંબાણી પૌત્રી વેદા સાથે મસ્તી કરતાં જોવા મળ્યા હતા…
હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા જેમાં અંબાણી પરિવાર ટેબલ ટેનિસ પ્લેયર મુદિત દાનીના લગ્નમાં પહોંચ્યો હતો અને ફેમિલીના દરેક સભ્યે પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. નીતા અંબાણી અને મુકેશ અંબાણી દીકરા, વહુ અને પૌત્ર-પૌત્રીઓ સાથે મોજ મસ્તી કરતાં જોવા મળ્યા હતા. આખો અંબાણી પરિવાર એથનિક આઉટફિટ્સ અને જ્વેલરીમાં જોવા મળ્યા હતા. તસવીરોમાં પરિવારનો શાહી અંદાજ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીએ ગુરુ દક્ષિણામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને 151 કરોડનું દાન આપ્યું
નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટની સ્ટાઈલ પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો, પરંતુ આ બધા વચ્ચે એક શખ્સે સૌથી વધુ લાઈમલાઈટ લૂંટી લીધી હતી અને એ શખ્સ બીજું કોઈ નહીં પણ શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની લાડકવાયી દીકરી વેદા અંબાણી છે. વેદાએ આ સમયે લહેંગા-ચોલી પહેર્યા હતા અને આ આઉટફિટમાં વેદા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
દિવસભર બિઝનેસની દોડધામમાં વ્યસ્ત રહેતાં મુકેશ અંબાણી આ સમયે વેદા સાથે જોવા મળ્યા હતા. વેદા દાદાના ખોળામાં નિરાંતે રમતી જોવા મળતી હતી. વેદાએ પિંક કલરનો સ્લીવલેસ પેપલમ ચોલી પહેરી હતી, જેના પર સુંદર પ્રિન્ટ જોવા મળી હતી. ચોલીમાં સેમ કલરનો બેલ્ટ પણ જોવા મળ્યો હતો અને જેને પાછળથી બાંધવામાં આવી હતી. આ સાથે વેદાએ વ્હાઈટ કલરનો મિરર વર્કવાળો ચિકનકારી સ્કર્ટ પહેર્યો હતો.
આ પણ વાંચો: આઈપીએલ 2025ની ફાઈનલ ભલે આરસીબી જીતી, પરંતુ માલામાલ થયા મુકેશ અંબાણી
વેદા અને મુકેશ અંબાણીનો આ ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. નેટિઝન્સ મુકેશ અંબાણીને આ રીતે દાદાની ડ્યૂટી નિભાવતા જોઈને ખુશ થઈ ગયા હતા અને લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.