આખો દિવસ શું-શું ખાય છે Mukesh Ambani? ડાયેટ જાણી લેશો તો ફોલો કરશો…

દુનિયાભરના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) પોતાની સિમપ્લિસિટી અને હેલ્ધી લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતાં હોય છે. નીતા અંબાણી (Nita Ambani)એ પણ એક ઈન્ટરવ્યુમાં મુકેશ અંબાણીની ડાયેટ વિશે વાત કરી હતી. પરંતુ શું તમને ખરેખર ખબર છે કે મુકેશ અંબાણી આખો દિવસ એક્ટિવ રહેવાં માટે શું-શું ખાય છે? ચાલો જાણીએ મુકેશ અંબાણીનું ફૂડ રૂટિન…
એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર જે રીતે મુકેશ અંબાણી સાદગીથી ભરપૂર જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે એટલું જ એમની ફૂડ સાઈકલ પણ ખૂબ જ સિમ્પલ છે. તેઓ ખૂબ જ સિમ્પલ અને સાદું ભોજન કરવાનું પસંદ કરે છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પણ આખો અંબાણી પરિવાર સાદું ભોજન ખાવાનું પસંદ કરે છે. પણ આપણે વાત કરીએ મુકેશ અંબાણીની ફૂડ હેબિટ્સ વિશે.
મુકેશ અંબાણી રોજ સવારે નાસ્તામાં સિઝન પ્રમાણે તાજા ફળ, જ્યૂસ, ઈડલી-સાંભાર ખાવાનું પસંદ કરે છે. વાત કરીએ તેમના લંચ અને ડિનરની તો લંચ અને ડિનરમાં મુકેશ અંબાણી ગુજરાતી સ્ટાઈલ અને ટ્રેડિશનલ ઈન્ડિયન ડિશના મિલ્સ ખાવાનું પસંદ કરે છે. લંચ-ડિનરમાં શાક-રોટલી, દાળ-ભાત, સૂપ અને સલાડ ખાવાનું પસંદ કરે છે.
દરરોજ અનેક પાર્ટીઓ, બિઝનેસ અને સોશિયલ મીટિંગ્સ વચ્ચે પણ મુકેશ અંબાણી જંકફૂડ ખાવાનું બિલકુલ પસંદ નથી અને તે આ પ્રકારનું ફૂડને હાથ પણ નથી લગાવતા. મુકેશ અંબાણી સંપૂર્ણપણે શાકાહારી ભોજનનું સેવન કરે છે અને આ ફૂડ હેબિટ્સ જ મુકેશ અંબાણીની ફિટનેસનું ટોપ સિક્રેટ છે.
આ પણ વાંચો…Box office collection: પહેલા દિવસે તો શાહિદ ખેંચી લાવ્યો દર્શકોને થિયેટરમાં પણ…
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને મુકેશ અંબાણીની ફૂડ હેબિટ્સને લઈને એક જ ડર સતાવે છે કે તેઓ એક ચાટ લવર છે અને જ્યાં મોકો મળે ત્યાં તેઓ સેવપૂરી, પાણીપૂરી ખાવા ઊભા રહી જાય છે. પરંતુ અહીંયા તો કંઈ અલગ જ સ્ટોરી જોવા મળી રહી છે ભાઈસાબ…