Nita Ambani નહીં, આ કોના ઈશારે ચાલી રહ્યા છે Mukesh Ambani? વીડિયો થયો વાઈરલ…

દુનિયાના અને દેશના ધનવાન ઉદ્યોગપતિઓની વાત થઈ રહી હોય અને તેમાં જો મુકેશ અંબાણી (Mukesh Ambani)નું નામ ના આવે તો જ નવાઈ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પૌત્ર-પૌત્રી સાથે બાળક બનીને મસ્તી કરતાં જોવા મળે છે. આ વીડિયો જોઈને એક વાત તો સાબિત થઈ ગઈ કે બોર્ડરૂમમાં બધાને પોતાના ઈશારે ચલાવતા મુકેશ અંબાણીને ઘરે તો આ ટેણિયાઓના ઈશારે ચાલવું પડે છે… ચાલો જોઈએ શું છે વાઈરલ વીડિયોમાં-
મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના પરિવારનો દરેક સભ્ય કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહેતો જ હોય છે. સંસ્કાર, પરંપરા અને આદર્શ આ પરિવારના મૂળમાં છે. અવારનવાર આખો અંબાણી પરિવાર હસી-ખુશી એકબીજા સાથે સમય પસાર કરતો જોવા મળે છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણી, શ્લોકા મહેતા, પૃથ્વી અંબાણી અને વેદા અંબાણી જોવા મળી રહ્યા છે. આ વીડિયો કોઈના બર્થડે સેલિબ્રેશનનો છે.
વીડિયોમાં જોવા મળે છે કે પિંક, લવેન્ડર અને બ્લ્યુ થીમમાં આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને બાળકોને રમવા માટે સ્લાઈડ્સ વગેરે રાખવામાં આવ્યા છે. મુકેશ અંબાણી આ વીડિયોમાં બ્લેક ટ્રેક પેન્ટ અને પિંક અપરમાં એકદમ સ્પોર્ટી લૂકમાં જોવા મળી રહ્યા છે. તેઓ પૃથ્વી સાથે કંઈક વાત કરતાં જોવા મળી રહ્યા છે. તેઓ માથા પર કોઈ ટોય મૂકીને પૃથ્વી સાથે મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં દાદા-પૌત્ર વચ્ચેનો એક અનોખો બોન્ડ જોવા મળી રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શ્લોકા મહેતા અને આકાશ અંબાણી પણ જોવા મળી રહ્યા છે. શ્લોકાએ આ સમયે ફ્લોરલ પ્રિન્ટેડ બ્લ્યુ ડ્રેસ પહેર્યો છે જ્યારે આકાશ અંબાણીએ મેચિંગ કો-ઓર્ડ સેટ પહેર્યો છે. બાળકોને આકાશ અને દાદા સાથે ટાઈમ સ્પેન્ટ કરતાં જોઈને શ્લોકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો મુકેશ અંબાણીના બર્થડેનો છે, જે બે મહિના પહેલાં હતો. એ સમયનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કેટલો સુંદર પરિવાર છે, હંમેશા સાથે રહે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે મુકેશ પણ બાળકો સાથે બાળક બની ગયા છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે શ્લોકા મહેતા એક પરફેક્ટ વહુ છે જે સિમ્પલ અને એલિગન્ટ છે તો વળી કોઈએ લખ્યું છે કે આકાશ અંબાણી આટલા વ્યસ્ત હોવા છતાં પણ બાળકો માટે સમય તો કાઢી જ લે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે મુકેશ અંબાણીનું પોતાના પૌત્ર-પૌત્રી કે દોહિત્ર, દોહિત્રી સાથેનો સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળ્યો હોય. આ પહેલાં પણ અનેક વખત મુકેશ અંબાણી દાદાની ડ્યૂટી નિભાવતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો…અંબાણી પરિવારની પુત્રવધુઓએ પંખીઓને મુક્ત કર્યા, વીડિયો થયો વાયરલ