Mukesh Ambaniએ નથી બુક કરાવી લંડનની 7 Star Stoke Park Estate…કોણે કરી આવી સ્પષ્ટતા?

છેલ્લાં કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર એવા દાવાઓ કરતાં અહેવાલો ફરી રહ્યા હતા ભારતમાં શાહી લગ્ન બાદ હવે અંબાણી પરિવાર (Ambani Family) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની ઊજવણી કરવા લંડનમાં બે મહિના માટે સેવન સ્ટાર હોટેલ બૂક કરાવી છે. પરંતુ હવે આ બાબતે ખુદ સેવન સ્ટાર હોટેલ દ્વારા સ્પષ્ટતા કરી છે. આવો જોઈએ શું છે આ ખુલાસો-
વાત જાણે એમ છે કે 12મી જુલાઈના અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. દરમિયાન અચાનક જ એવા અહેવાલો સામે આવ્યા કે હવે અંબાણી પરિવાર લંડનમાં પણ અનંત અને રાધિકાના લગ્નની ધામધૂમથી ઊજવણી કરવા જઈ રહ્યું છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ માટે અંબાણી પરિવારે લંડનમાં બે મહિના માટે 7 સ્ટાર હોટલ સ્ટોક પાર્ક બુક કરાવી રાખે છે. પરંતુ હવે ખુદ હોટેલ દ્વારા આ દાવો ફગાવી દીધો છે.
સ્ટોક પાર્ક એસ્ટેટ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ રિપોર્ટ્સનું ખંડન કર્યું છે. આ પોસ્ટમાં ભલે અંબાણી પરિવારનું નામ નથી મેન્શન કરવામાં આવ્યું પણ તેમાં જણાવવામાં આવ્યું છે કે અહીં આવી કોઈ વેડિંગ પાર્ટી નથી થઈ રહી. અહીંયા તમારી જાણ માટે કે લંડનના હાઈ પ્રોફાઈલ સ્ટોક પાર્ક એસ્ટેટને 2021માં મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 57 મિલિયન પાઉન્ડમાં લીઝ પર લીધી હતી અને ત્યારથી અહીં રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું હતું.
હોટેલ સ્ટોલ પાર્કે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે સ્ટોક પાર્કમાં અમે સામાન્યપણે પ્રાઈવેટ મુદ્દા પર ટિપ્પણી નથી કરતા. પરંતુ હાલમાં મીડિયામાં કરાઈ રહેલાં દાવાઓને નકારી કાઢવા અને લોકોને સાચી માહિતી મળે એ હેતુથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ વર્ષે સમરમાં અમારી એસ્ટેટમાં લગ્નની કોઈ ઉજવણી નથી થવાની.

જોકે, સ્ટોક પાર્કની આ સ્પષ્ટતા બાદ અંબાણી પરિવાર દ્વારા કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું એ જોતા એવા ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યા છે કે ભલે સ્ટોક પાર્ક એસ્ટેટમાં કોઈ સેલિબ્રેશન ના થઈ રહ્યું હોય પણ અંબાણી પરિવાર લંડનમાં કોઈ બીજી જગ્યાએ પાર્ટી આપી શકે છે.
આ પણ વાંચો : Nita Ambaniની સુંદરતાની Mukesh Ambani જ નહીં, પરંતુ આ હસ્તી પણ થઈ દિવાની અને…