Mukesh Ambaniને પોતાનો Role Model માને છે બી-ટાઉનનો આ Super Star…
મુંબઈ: ભાગ્યે જ કોઈ છે એવું હશે કે જે મુકેશ અંબાણી (Mukesh Ambani) ને પોતાનો રોલ મોડેલ ના માનતું હોય પણ આજે આપણે અહીં બી-ટાઉનના એક એવા સ્ટાર વિશે કે જે મુકેશ અંબાણીને પોતાનો રોલ મોડેલ માને છે. ચાલો તમને સમય વેડફ્યા વગર જણાવીએ કે આખરે કોણ છે આ સુપર સ્ટાર…
અમે અહીં વાત કરી રહ્યા છીએ Film Animal Fame Ranbir Kapoorની… એનિમલની સફળતાએ રણબીર કપૂરને એક અલગ જ ફેમ અપાવી છે અને એવું કહી શકાય કે આ વર્ષ રણબીર કપૂર માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. હવે એક્ટર પોતાની આગામી ફિલ્મ રામાયણની શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે, જેમાં તે રામની ભૂમિકા જોવા મળશે. હાલમાં જ એક એવોર્ડ શોમાં રણબીર કપૂરે પોતાના જીવનના ત્રણ મજબૂત સ્તંભ વિશે વાત કરી હતી અને પોતે જીવનમાં કોને આદર્શ માને છે એના વિશે ખૂલીની વાત કરી હતી.
એવોર્ડ શોમાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે મુકેશ અંબાણીને તે રોલ મોડેલ માને છે એવો ખુલાસો કર્યો હતો. રણબીર કપૂરે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મુકેશ અંબાણીએ એક વખત મને જણાવ્યું હતું કે સફળતાને ક્યારે પોતાની જાત પર હાવી ના થવા દેવી જોઈએ કે ન તો પોતાની સફળતાને કે ન તો નિષ્ફળતાને…
રણબીરે આગળ એવું પણ જણાવ્યું હતું કે મારા જીવનનો પહેલો આધાર છે કે સારું કામ કરવું, પછી એક સારો માણસ, એક સારો દીકરો, એક સારો મિત્ર અને એક સારો મિત્ર બનવાનું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે, જેમાં તેની સાથે સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ સાંઈ પલ્લવી જોવા મળશે, એવું કહેવાઈ રહ્યું છે કે સીતાના રોલ માટે સાંઈ પલ્લવી અને જહાન્વી કપૂરનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય કેજીએફ ફેમ યશ પણ ફિલ્મમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે એવું કહેવાઈ રહ્યું છે.
રિપોર્ટ્સની વાત કરીએ તો નિતેશ તિવારીએ રણબીર કપૂરને વજન વધારવાની મનાઈ ફરમાવી છે. જેથી તે સ્ક્રીન પર એકદમ દુબળા-પાતળા રામ જેવો દેખાય. રણબીર કપૂરના લૂક ટેસ્ટ બાદ તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.