
જ્યારથી રાધિકા મર્ચંટ (Radhika Merchant) અનંત અંબાણી સાથે લગ્ન કરીને અંબાણી પરિવારનો હિસ્સો બની છે ત્યારથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ છે જેમાં નણંદ ઈશા અંબાણી (Isha Ambani)ને જોઈને રાધિકાએ આપેલું રિએકશન વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું કે રાધિકાએ એવું તે શું કર્યું…
વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં જોવા મળે છે મુકેશ અંબાણી (Mukesh Ambani) રાધિકા અને અનંત કોઈ ઇવેન્ટમાં ફોટો પડાવી રહ્યા હોય છે અને એ સમયે રાધિકાનું ધ્યાન ઈશા અંબાણી પર જાય છે. ઈશાને જોઈને રાધિકા એને ખૂબ જ પ્રેમથી પોતાની સાથે ફોટો ક્લિક કરવા બોલાવે છે. ભાભીના આ વ્હાલને જોઈએ ઈશા પણ ફોટો પડાવવા માટે આવી જાય છે અને ચારેય જણ ફોટોગ્રાફર્સને પરફેક્ટ ફેમિલી ફોટો માટે પોઝ કરે છે.
સોશિયલ મીડિયા પર રાધિકાનો આ વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાઈરલ થઈ રહેલો આ વીડિયો જૂનો છે. પરંતુ જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થયો કે તે વાઈરલ થવા લાગ્યો છે. લોકો તેના પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Nita Ambaniના એ વાઈરલ ફોટોમાં બેકગ્રાઉન્ડમાં દેખાઈ એવી વસ્તુ કે… તમે ખુદ જ જોઈ લો..
આ વીડિયોમાં રાધિકા જે રીતે ઈશાને બોલાવી રહી છે એ જોતા લોકો તેની ક્યુટનેસ અને સ્વીટ ગેશ્ચર માટે તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે રાધિકા એક બેસ્ટ બહુ સાબિત થશે તો વળી કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અનંત અંબાણીના તો નસીબ ખુલી ગયા છે કે તેને રાધિકા જેવી સુંદર, સંસ્કારી અને સુશીલ પત્ની મળી છે જે ફેમિલી વેલ્યુ સમજે છે અને તેને નિભાવે પણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાધિકા એક પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પહોંચી હતી એ સમયે પણ તે લોકો સાથે જેટલા પ્રેમથી વાત કરી રહી હતી એનો વીડિયો પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ધૂમ વાઈરલ થયો હતો.