Viral Video: Mukesh Ambaniએ કરી Radhika Merchant સાથે એવી હરકત કે…

શનિવારે અંબાણી પરિવાર (Ambani Family) મુંબઈના જાણીતા અને લોકપ્રિય એવા લાલબાગ ચા રાજા (Lalbaugh Cha Raja)ના દર્શને પહોંચ્યો હતો. મુકેશ અંબાણી (Mukesh Ambani) દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને બંને વહુઓ શ્લોકા મહેતા (Shloka Mehta), રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે દર્શન કરવા પહોંચ્યા હતા એ સમયના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં મુકેશ અંબાણીએ નાની વહુ રાધિકા સાથે એવી વર્તણૂંક કરી હતી કે લોકો ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે બાપ્પાના દર્શન લેવા પહોંચેલા મુકેશ અંબાણી સાથે મોટી વહુ શ્લોકા અને રાધિકા પણ છે. ત્રણે જણે બાપ્પાના દર્શન લીધા અને એ સમયે ભક્તોની ભારે ભીડથી મુકેશ અંબાણી વહુ રાધિકાને બચાવતા જોવા મળ્યા હતા એ સમયનો આ વીડિયો છે. અંબાણી પરિવાર બાપ્પાના દર્શન કર્યા બાદ ફોટો ફોટો પડાવી રહ્યા હોય છે ત્યારે મુકેશ અંબાણી રાધિકાને કમરમાં હાથ નાખીને આગળથી પાછળ ખેંચતા જોવા મળી રહ્યા છે.
નેટિઝન્સ આ રીતે મુકેશ અંબાણીને પુત્રવધુને પાછળ ખેંચતા જોઈને ચોંકી ઉઠ્યા છે અને અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો એવા પણ છે કે જેમને આ ખૂબ જ સામાન્ય લાગ્યું હતું. વાઈરલ વીડિયોના કમેન્ટ બોક્સમાં તેઓ કમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ મુકેશ અંબાણી બંને વહુઓને દીકરીની જેમ જ રાખે છે, એટલું જ નહીં તેઓ તેમને બાળપણથી જ ઓળખે છે એટલે તેઓ તેમના માટે દીકરી જેવી જ છે.
આ પણ વાંચો : લાલબાગચા રાજાને દ્વાર, જોવા મળ્યો અંબાણી પરિવાર સાદગી જોઇ લોકો બોલ્યા….
સોશિયલ મીડિયા પર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો એના પર કમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય મુકેશ અંબાણીનો એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી વહુ શ્લોકા અંબાણીને કહી રહ્યા છે કે રાધિકા આવે તો પ્લીઝ જરા જોઈ લે જે ને…. આ વીડિયોમાં પણ
ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં મુકેશ અંબાણીના આ બંને વીડિયો વહુઓ પ્રત્યેનો એમનો પ્રેમ અને કાળજી જ દેખાઈ રહી છે. અંબાણી પરિવાર પોતાની બંને પુત્રવધુઓ શ્લોકા અને રાધિકાને દીકરીની જેમ જ રાખે અને એક સ્પેશિયલ બોન્ડ શેર કરે છે પછીએ નીતા અંબાણીની વાત હોય કે મુકેશ અંબાણી…