Grah Shanti Poojaમાં આ કોને જોઈને ઈમોશનલ થયા Mukesh Ambani?

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી )Radhika Merchant–Anant Ambani)ના લગ્નને હવે કલાકો જ બાકી રહ્યા છે અને આજે રાતે અનંત અને રાધિકા હંમેશા માટે એકબીજાના થઈ જશે. સામે પક્ષે મુકેશ અંબાણી-નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) પણ આવનારી નવી વહુના સ્વાગતમાં કોઈ કસર બાકી ન રાખવા માંગતા હોય એમ છેલ્લાં કેટલાય દિવસથી અલગ અલગ ફંક્શન્સનું આયોજન કરાયું હતું જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુકેશ અંબાણીની ઈમોશનલ સાઈડ જોવા મળી રહી છે.
લગ્ન પહેલાં મુંબઈના એન્ટિલિયા ખાતે ખાસ શિવ-શક્તિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ગ્રહ શાંતિ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી એકદમ ભાવુક થઈ ગયેલાં જોવા મળી રહ્યા છે તો અનંત અને રાધિકાનું ક્યુટ બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં અનંત અને રાધિકા એકબીજાના પ્રેમમાં ગળાડૂબ દેખાઈ રહ્યા છે અને એકબીજાને ચિડાવતાં પણ જોવા મળી રહ્યા છે તો અનંત અને રાધિકા વચ્ચેનું આ ક્યુટ બોન્ડિંગ જોઈને મુકેશ અંબાણી પણ એકમદમ ઈમોશનલ થઈ ગયા હતા.
આ પણ વાંચો : Anant Ambaniના લગ્નમાં Mukesh Amabaniએ કર્યો આટલો ખર્ચો, આંકડો જાણીને…
ગ્રહ શાંતિ પૂજાના લૂક વિશેની વાત કરીએ તો આ ઈવેન્ટમાં અનંત અને રાધિકાએ ટ્વીનિંગ કર્યું હતું. રાધિકાએ ટ્રેડિશનલ ગોલ્ડન ગુજરાતી સાડી સાથે લાલ લહેરિયાનું બ્લાઉઝ પેયર અપ કર્યું હતું તો અનંતે લાલ રંગનો કૂર્તા-પાયજામા અને ગોલ્ડન નહેરુ જેકેટ પહેર્યું હતું. એસેસરીઝમાં રાધિકાએ જડાઉ નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ, માંગ ટિકા અને બ્રાહ્મી નથ પહેરી હતી. બંનેને સાથે જોઈને અનંતના પિતા મુકેશ અંબાણી અને રાધિકાના પિતા વિરેન મર્ચન્ટની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને બંનેએ પ્રેમથી રાધિકાને ગળે લગાવી હતી.