Mukesh Ambaniનો જન્મ ભારતમાં નહીં પણ આ દેશમાં થયો હતો…

એશિયાના ધનવાન પરિવારોમાંથી એક એવા અંબાણી પરિવારના મુખિયાજી એટલે કે મુકેશ અંબાણી (Mukesh Ambani)નો આજે એટલે કે 19મી એપ્રિલના જન્મદિવસ છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારના દરેક સભ્ય વિશેની ઝીણામાં ઝીણી બાબત જાણવા માટે લોકો ખૂબ જ આતુર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે એશિયાના આ ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો જન્મ ભારતમાં નહોતો થયો? ચોંકી ઉઠ્યા ને? ચાલો આજે તેમના જન્મદિવસે જાણીએ કે આખરે મુકેશ અંબાણીનો જન્મ ક્યા દેશમાં થયો હતો…

જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણીનો જન્મ ભારતમાં નહીં પણ યમનમાં થયો હતો. 19મી એપ્રિલ,1957ના યમનમાં જ્યારે મુકેશ અંબાણીનો જન્મ થયો ત્યારે ત્યાંની વસતી 50 લાખની હતી. આજે યમનની વસતી 3 કરોડ 17 લાખ જેટલી થઈ ગઈ છે. મુકેશ અંબાણી ધીરુભાઈ અંબાણીના ચારેય સંતાનોમાં મોટા છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ ભારતના જાણીતા બિઝનેસમેન છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીને પસંદ છે નીતા અંબાણીને આ ખાસ સાડીમાં જોવાનું, કિંમત એટલી કે…
વાત કરીએ બર્થડે બોય મુકેશ અંબાણીની તો મુકેશ અંબાણીએ મુંબઈમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને આગળના અભ્યાસ માટે તેમણે સ્ટેનફોર્જ યુનિવર્સિટીમાં એમબીએ માટે એડમિશન લીધું હતું, પરંતુ તેઓ ત્યાંનો અભ્યાસ પૂરો કરી શક્યા નહીં અને બિઝનેસમાં પિતાને મદદ કરવા માટે ભારત પાછા આવી ગયા હતા.

મુંબઈ અંબાણીની ગણતરી આજે દેશ જ નહીં પણ દુનિયામાં સૌથી કુશળ અને ધનવાન ઉદ્યોગપતિમાં કરવામાં આવે છે. બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થ 92.1 અબજ ડોલરને પાર પહોંચી ગઈ છે અને આ સાથે જ તેઓ દુનિયાના ધનવાનોની યાદીમાં 16મા સ્થાને પહોંચી ગયા છે.
આ પણ વાંચો: ફોર્બ્સની યાદી જાહેરઃ જાણો ઇલોન મસ્કથી લઇને મુકેશ અંબાણી સહિતના અબજોપતિની સંપત્તિ
મુકેશ અંબાણી પાસે આટલી સંપત્તિ હોવા છતાં તેઓ આજે પણ ખૂબ જ સાદગીપૂર્ણ અને સિમ્પલ લાઈફ જીવવામાં માને છે. મુકેશ અંબાણી ખૂબ જ આધ્યાત્મિક પણ છે તેઓ કોઈ પણ શુભ કે નવું કામ કરતાં પહેલાં મંદિરમાં જઈને માથુ નમાવે છે. તેમની સાદગી જ તેમને મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવે છે. મુકેશ અંબાણીના જન્મદિવસે આજે આપણે તેમને શુભેચ્છા પાઠવીએ અને તેઓ દિવસેને દિવસે વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા…