Shloka Maheta, Radhika Merchant નહીં પણ Ambani Familyના આ ખાસ સદસ્યને મળી સૌથી મોંઘી ગિફ્ટ…
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)એ એકાદ મહિના પહેલાં ધામધૂમથી નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન કરાવ્યા. આ લગ્ન માત્ર દેશ જ નહીં પણ દુનિયાભરમાં ચર્ચા થઈ. પરંતુ હવે આ જ પરિવારને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુકેશ અને નીતાની મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Maheta) કે નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ને નહીં પણ દીકરી ઈશા અંબાણી (Isha Ambani)ને સૌથી મોંઘી ગિફ્ટ મળી છે.
એશિયાના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારમાં કોઈ નાના-મોટા પ્રસંગે મોંઘી મોંઘી ગિફ્ટ્સ આપવી એ ખૂબ જ સામાન્ય છે. આ ગિફ્ટ્સની કિંમત કરોડોમાં હોય છે. હાલમાં જ દીકરા અનંત અને રાધિકાને ગિફ્ટમાં મુકેશ અંબાણીએ પામ જુમેરાહ ખાતે આવેલો 650 કરોડ રૂપિયાનો બંગલો ગિફ્ટમાં આપ્યો હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. દરમિયાન મોટી વહુ શ્લોકા મહેતાને પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મોંઘીદાટ ગિફ્ટ આપી હતી.
પણ વાત કરીએ પરિવારની એકની એક દીકરી અને સૌની લાડકી ઈશા અંબાણી (Isha Ambani)ની તો આ રેસમાં ઈશાએ બંને ભાભી શ્લોકા અને રાધિકાને પાછળ મૂકી દીધી છે. ઈશા અંબાણીને તેના સસરાએ દેશનું છઠ્ઠું સૌથી મોંઘું ઘર ગિફ્ટમાં આપ્યું હતું. અજય પિરામલ (Ajay Piramal)એ આનંદ પિરામલ અને ઈશા અંબાણીને 1000 કરોડનું ગુલિટા ઘર ગિફ્ટમાં આપ્યું હતું.
ઈશા અંબાણીનું આ ઘર 5000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને આ ઘર તમામ આધુનિક સુવિધાઓની સજ્જ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણીએ પોતાની એકની એક દીકરી ઈશાના લગ્ન પર આશરે 100 મિલિયન ડોલર એટલે કે આશરે 720 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.