Nita Ambaniના રસોડામાં આ ખાસ ટેક્નિકથી તૈયાર રોટલી…

અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. સૌથી મોંઘું ઘર, લક્ઝરુયિસ લાઈફ સ્ટાઈલ, બ્રાન્ડેડ કપડાં અને મોંઘામાં મોંઘી ગાડીઓનું જોરદાર કલેક્શન અંબાણી પરિવાર પાસે છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) મુંબઈના એન્ટિલિયામાં ટોપ ફ્લોર પર રહે છે. આ ઘરની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું અંદાજિત છે. આટલી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ છતાં પણ અંબાણી પરિવારમાં ભોજન તો ખૂબ જ સાદું બને છે અને એનાથી પણ ખાસ રીતે એન્ટિલિયામાં રોટલી બનાવવામાં આવે છે. ચાલો આજે તમને એ વિશે જણાવીએ-
મુકેશ અંબાણી ખુદ રોટલી, શાક, દાળ-ભાત અને સલાડ ખાવાનું રાખે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એન્ટિલિયામાં રોટલી હાથે નહીં પણ એક મશીનથી બનાવવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા છો કે અમે અહીં રોટી મેકરની વાત કરીએ છીએ તો તમે ખોટું વિચારી રહ્યા છો. આ મશીનની મદદથી તમે એક જ વખત સેંકડો રોટલી બનાવી શકાય છે. આ મશીનની મદદથી ખૂબ જ સરળતાથી રોટલી બની જાય છે.
એન્ટિલિયામાં રહેલાં આ ખાસ મશીનને કારણે રોટલીનો લોટ બાંધવાની પણ જરૂર નથી રહેતી. બસ આ મશીનમાં પ્રમાણસર લોટ અને મીઠું ઉમેરવાનું રહે છે. ત્યાર બાદ તેમાં પાણી નાખવું પડે છે. આ મશીન લોટ બાંધી દેશે અને બસ મશીન પોતાની જાતે લુઆ પણ બનાવી લેશે અને ફટાફટ સેંકડો રોટલી તૈયાર થઈ જાય છે.

અંબાણી પરિવાર આ મશીનનો ઉપયોગ એટલે પણ કરે છે કારણ કે તેઓ સ્વચ્છતા અને હાઈજિનનું સંપૂર્ણ ધ્યાન પાખે છે. આ સિવાય આ ઈમારતમાં સેંકડો નોકરો છે આટલા બધા લોકો માટે રોટલી હાથેથી બનાવવી એ કંઈ ખાવાના ખેલ નથી, એટલે આ મશીની મદદ લેવામાં આવે છે. આ મશીન એટલી કામની વસ્તુ છે કે જ્યારે તેમાં રોટલી બની જાય છે તો તે જાતે શેકાઈને બહાર આવે છે.
છે ને એકદમ કમાલનું મશીન? ભાઈસાબ આ તો અંબાણીઝ છે એ લોકો તો કંઈ નવું ના કરે તો જ નવાઈ…