ભારતીય બોક્સ ઓફીસ પર ‘મુફાસા’ની ગર્જના, ફિલ્મે પહેલા દિવસે આટલી કમાણી કરી
મુંબઈ: વર્ષ 1994માં રિલીઝ થયેલી ડિઝની એનીમેટેડ ફિલ્મ ‘ધ લાયન કિંગ’ ખુબ જ લોકપ્રિય રહી હતી, ઘર ઘરમાં સીમ્બાનું કેરેક્ટર જાણીતું બન્યું હતું. વર્ષ 2019 ફોટોરિયલિસ્ટિકલી એનિમેટેડ ‘ધ લાયન કિંગ’ ફિલ્મ રિલીઝ થઇ હતી, જેને દુનિયાભરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ગઈ કાલે શુક્રવારે આ ફિલ્મની પ્રીક્વલ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે, જે બોક્સ ઓફીસ પર ધૂમ (Mufasa Box Office Collection) મચાવી રહી છે.
આ પણ વાંચો: Mufasa The Lion King review: 90ની હિન્દી ફિલ્મોની યાદ અપવાશે આ લૉસ્ટ એન્ડ ફાઉન્ડની સ્ટોરી
પહેલા દિવસે આટલી કમાણી કરી:
એક એહવાલ મુજબ ‘ધ લાયન કિંગ’ ફિલ્મે પ્રથમ દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ આંકડો 2019માં ‘ધ લાયન કિંગ’ની પ્રથમ દિવસની કમાણીના લગભગ 80 ટકા છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતાં. ભારત ઉપરાંત ઘણા દેશોમાં ‘મુફાસા’એ તેની અગાઉની ફિલ્મની કમાણી જેટલી કમાણી કરી છે.
શાહરૂખ ખાન અને મહેશ બાબુએ અવાજ આપ્યો:
‘મુફાસાઃ ધ લાયન કિંગ’ ફિલ્મ ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાન અને તેલુગુ વર્ઝનમાં મહેશ બાબુએ મુફાસાના કેરેક્ટરનો અવાજ આપ્યો છે. ફિલ્મના હિન્દી વર્ઝનમાં સંજય મિશ્રા, શ્રેયસ તલપડે જેવા કલાકારોએ પુમ્બા અને ટિમોન જેવા પાત્રોને પોતાનો અવાજ આપ્યો છે. જેના કારણે ભારતમાં હિન્દી ફિલ્મ સારી કમાણી કરી રહી છે.
અહેવાલ અનુસાર, ‘મુફાસા’ એ ભારતની તમામ ભાષાઓમાં પ્રથમ દિવસે લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પહેલા દિવસની કમાણી જોતા અંદાજ લગાવી શકાય છે કે ‘મુફાસા’ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ને ટક્કર આપી શકે છે. શનિવાર અને રવિવારે ફિલ્મ ‘મુફાસા’ની કમાણી વધી શકે છે.
શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024 ના રોજ ‘મુફાસા: ધ લાયન કિંગ’ અંગ્રેજી ભાષાના શોઝમાં સિનેમાઘરોમાં કુલ 17.55% ની ઓક્યુપન્સી નોંધાઈ હતી.
શુક્રવાર, ડિસેમ્બર 20, 2024 ના રોજ ‘મુફાસા: ધ લાયન કિંગ’ ના હિન્દી ભાષાના શોઝમાં સિનેમાઘરોમાં 12.80% નો ઓક્યુપન્સી નોંધાઈ હતી.