મનોરંજન

પોતાની જ બર્થડે પાર્ટીમાં સાઈડલાઈન થયો કિંગખાન, આ ખાસ વ્યક્તિએ ચોરી લાઈમલાઈટ…

ગઈકાલે પોતાનો 58મો જન્મદિવસ મનાવનારા કિંગખાનની પાર્ટીમાંથી એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર પ્રમાણે દરેક પાર્ટીની જાન અને શાન બની જતો શાહરૂખ ખાન પોતાની જ પાર્ટીમાં થોડો સાઈડલાઈન થઈ ગયેલો અને તેની બર્થડે પાર્ટીમાં કોઈ બીજી જ વ્યક્તિએ લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ શું છે આખો મામલો…

વાત જાણે એમ છે કે એસઆરકેની બર્થડે પાર્ટીમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પણ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ધોનીએ બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો અને નવી હેરસ્ટાઈલમાં કેપ્ટન કૂલ વધારે કૂલ લાગી રહ્યો હતો. માહીની એન્ટ્રીથી પાર્ટીમાં એક હલચલ મચી ગઈ અને તેની સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે બોલીવૂડ સેલેબ્સની ભીડ ઉમટી હતી.

સોશિયલ મીડિયા પર ગઈકાલની પાર્ટીમાંથી ધોનીના અનેક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે અલગ અલગ સેલેબ્સ સાથે ફોટો ક્લિક કરાવતો જોવા મળી રહ્યો છે. સિંગર મિકા સિંહ, એક્ટર સંજય કપૂર અને અન્ય બી-ટાઉનના સેલેબ્સે ધોની સાથેના પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. અહીંયા તમારી જાણ માટે કે ગઈકાલે ધોની તેને એસઆરકેની પાર્ટીમાં જવાનું હોવાથી ઈન્ડિયા-શ્રીલંકાની મેચ જોવા પણ નહોતો ગયો. એક ક્રિકેટર હોવાની સાથે સાથે જ ધોની એક ફિલ્મ નિર્માતા પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન ખુદ એમએસ ધોનીનો ખૂબ મોટો ચાહક છે અને તે આઈપીએલની લીલામીમાં એને ખરીદવા માગતો ગતો, પરંતુ માહી આઈપીએલની ઈનોગ્રેશન સેરેમની સેશન બાદથી ક્યારેય ઓક્શનમાં સામેલ થયો નથી. પહેલાં ઓક્શનમાં જ ધોની સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો.

એક ઈન્ટરવ્યુમાં કોલકતા નાઈટ રાઈડર્સના કો-ઓનર શાહરૂખ ખાને કહ્યું હતું કે યાર એમને તો હું મારો પાયજામો વેચીને પણ ખરીદી લઉં, બસ એક વખત લીલામીમાં આવે તો ખરા…

હવે શાહરૂખના આ સ્પેશિયલ ગેસ્ટ અને ફેવરેટ ક્રિકેટરે જ એને એની પાર્ટીમાં સાઈડલાઈન કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટો જોઈને લોકો એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે પાર્ટી એસઆરકેની હતી, પણ લાઈમલાઈટ ધોનીએ ચોરી લીધી..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button