બોલીવૂડમાં ચર્ચા છે જોરમાંઃ ઐશ્વર્યાનો પતિ આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, બન્ને પાર્ટીમાં પણ સાથે... | મુંબઈ સમાચાર

બોલીવૂડમાં ચર્ચા છે જોરમાંઃ ઐશ્વર્યાનો પતિ આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, બન્ને પાર્ટીમાં પણ સાથે…

લગભગ છ એક મહિના પહેલા બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનના વણસેલા સંબંધો મામલે રોજ નવી નવી ખબરો આવતી હતી અને બન્ને એકબીજાથી અલગ થઈ ગયા તેવા અહેવાલો પણ આવતા હતા. તેથી ઐશ્વર્યાનું નામ સાંભળીને તમને ફરી પાછું એમ લાગતું હોય કે બોલીવૂડ કપલ અને બચ્ચન પરિવારમાં ફરી ભૂકંપ આવ્યો છે.

તો નહીં, એમ નથી. વાત અહીં ઐશ્વર્યાના પતિની જ છે, પરંતુ આ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાના પતિની એટલે કે ધનુષની છે. ઐશ્વર્યા સાથે ધનુષે મ્યુચ્યુઅલી ડિવોર્સ લીધા છે અને બન્ને તેમના સંતાન માટે ક્યારેક સાથે દેખાય છે, પરંતુ ધનુષનું નામ હવે બોલીવૂડની એક અભિનેત્રી સાથે જોડાવા લાગ્યું છે.

આ અભિનેત્રીનું નામ છે મૃણાલ ઠાકુર. જી હા મરાઠી મુલગી મૃણાલ અને ધનુષ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા બોલીવૂડમાં જોરશોરથી થઈ રહી છે. આ ચર્ચાની આગમાં ઘી ઉમેર્યું છે મૃણાલની બર્થ ડે પાર્ટીએ. બે દિવસ પહેલા જ મૃણાલના જન્મદિવસે ધનુષની હાજરી અને મૃણાલ સાથેની તેની નજદીકિયા ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પહેલા ધનુષની આવનારી ફિલ્મ તેરે ઈશ્ક મેની લેખિકા કનિકા ધિલ્લોએ પાર્ટી થ્રો કરી હતી ત્યારે મૃણાલે ત્યાં ખાસ હાજરી આપી હતી. તે સમયે પણ લોકોનું ધ્યાન મૃણાલ પર ગયું હતું. મૃણાલ વિશે વાત કરીએ તો તે સિંગલ છે, પંરતુ તેનું નામ અગાઉ સિંગર બાદશાહ, સિદ્ધાંત ચતુર્વેદી, કુશલ ટંડન, શરદ ત્રિપાઠી સાથે જોડાઈ ચૂક્યું છે.

જ્યારે ધનુષ અને ઐશ્વર્યા 18 વર્ષના લગ્નજીવન બાદ 2024માં ઓફિશિયલી અલગ થયા હતા. ફિલ્મોની વાત કરીએ તો ધનુષની ફિલ્મ કુબેરાએ સારો બિઝનેસ કર્યો હતો અને ભિખારીના પાત્રમાં ધનુષના ભારે વખાણ થયા હતા જ્યારે મૃણાલની તાજેતરમાં સન ઓફ સરદાર રિલિઝ થઈ છે. ફિલ્મને ઠીકઠાક પ્રતિસાદ મળી રહ્યો છે.
હવે આ બન્ને વચ્ચે કંઈ છે કે નહીં તે ખબર નથી, પણ ચર્ચાઓનું બજાર ગરમ છે.

આ પણ વાંચો…ગ્લેમરસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો જાણી લો સૌથી મોટો ચોંકાવનારો દાવો, હું સેક્સી….

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button