રજનીકાંતના જમાઈ ધનુષને ડેટ કરવા પર એક્ટ્રેસનો ખુલાસો, મારા પરિવારે મને…

હાલમાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસની ફિલ્મ રિલીઝ થઈ સન ઓફ સરદાર ટુ જે બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ છે. દરમિયાન મૃણાલ ઠાકુર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાના એક્સ હસબન્ડ અને સાઉથના સુપર ધનુષને ડેટ કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે એક્ટ્રેસે આ બાબતે ખુલાસો કર્યો છે અને લગ્નને લઈને પણ ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું મૃણાલ ઠાકુરે-
મૃણાલ ઠાકુર અને ધનુષ એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. હાલમાં મૃણાલ ઠાકુરની બર્થડે પાર્ટીને કારણે બંનેની ડેટિંગની અફવાઓને હવા મળી હતી. હવે એક્ટ્રેસે આ મુદ્દે સીધી તો નહીં પણ આડકતરી રીતે સ્પષ્ટતા કરી છે. એટલું જ નહીં પણ એક્ટ્રેસે પોતાના લગ્નને લઈને પણ વાત કરી હતી.
હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં મૃણાલે આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે કરિયરમાં હજી ઘણું બધું હાંસિલ કરવા માંગે છે. તેના મનમાં ઘણું બધું છે, પણ તે શેર કરવા નથી માંગતી, કારણ કે સારી વસ્તુઓને તરત જ લોકોની નજર લાગી જાય છે. હવે આવું કહીને મૃણાલ કઈ તરફ ઈશારો કરી રહી છે એ તો તે જ કહી શકે.
મૃણાલે આગળ એવું પણ જણાવ્યું હતું કે બાળપણમાં મને લાગતું હતું કે 21-22 વર્ષની ઉંમરમાં લગ્ન કરીને જતી રહીશ, પણ હજી સુધી મારા લગ્ન નથી થયા. એવું નથી કે હું લગ્ન કરવા નથી માગતી, આ મારું કરિયર છે. મારા માતા-પિતાએ મારા અને મારા ભાઈ-બહેનો માટે ખૂબ જ મહેનત કરી છે. હું કંઈ ગણીશ નહીં અને તેઓ પણ કંઈ બોલશે નહીં પણ હું એમને દુનિયાની તમામ ખુશીઓ આપવા માંગુ છું.
કરિયરને લઈને પણ મૃણાલે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે હજી ઘણા એવા મુકામ છે જે તેને હાંસિલ કરવા છે, પણ જો તે પહેલાંથી બધું કહી દેશે તો લોકોની નજર લાગી જશે. તે નજર વગેરે બાબતો પર વિશ્વાસ કરે છે. આ જ કારણ છે કે તે પોતાની કોઈ પણ વાત લોકો સામે ખુલીને રાખવાનું પસંદ નથી કરતી.
મૃણાલે જણાવ્યું હતું કે મારા વિચારો ખૂબ જ પોઝિટિવ છે. જીવનમાં જે પણ થઈ રહ્યું છે એના વિશે વારંવાર વિચારવા કે જણાવવામાં મને વિશ્વાસ નથી. હું બસ ચૂપચાપ મારું કામ કરવામાં માનું છું.
આ પણ વાંચો…પત્ની શૂરા ખાનનો હાથ છોડી એકલો આગળ વધી ગયો બર્થડે બોય Arbaaz Khan, વીડિયો થયો વાઈરલ…