મનોરંજન

મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ટ્રેલરમાં જોવા મળી જ્હાન્વી કપૂર-રાજકુમાર રાવની કેમેસ્ટ્રી

રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર અભિનીત ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ 31 મેના રોજ થિયેટરોમાં ધૂમ મચાવવા આવી રહી છે.

રિલીઝના દિવસો પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં
રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની કેમિસ્ટ્રી આંખે ઊડીને વળગે છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં લોકપ્રિય થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મ જોવા માટે લોકોનો ભારે ઉત્સાહ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ફિલ્મનો દરેક સીન એટલો અદભૂત છે કે દર્શકોને આગળની સ્ટોરી જાણવાની ઉત્કંઠા જગાવે છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરના અભિનયે ફરી એક વાર લોકોના દિલ જીતી લીધા છે.


ફિલ્મમાં મિસ્ટર અને મિસિસ માહી બંને તેમના સપના અને ફરજો વચ્ચે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. મિસ્ટર માહી તેની પત્નીને ક્રિકેટર બનવા દેવા માટે તેના પરિવાર સામે બળવો પણ કરે છે.


એમ પમ જાણવા મળ્યું છે કે જ્હાન્વી કપૂરે ક્રિકેટરની રીતભાત શીખવા અને અપનાવવા માટે 6 મહિનાની સખત તાલીમ લીધી હતી. મહેન્દ્ર સિંહ ધોની તરીકે રાજકુમાર રાવ અને મિસિસ મહિમા તરીકે જ્હાન્વી કપૂરે દર્શકોના દિલ જીતી લીધા છે.

https://twitter.com/i/status/1789607158591402276

પહેલા આ ફિલ્મની રિલીઝ ડેટ 19 એપ્રિલ, 2024 હતી જેને બાદમાં બદલવામાં આવી હતી. હવે આ ફિલ્મ 31 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તો તમે પણ આ સુંદર પારિવારિક ફિલ્મ જોવા માટે એડવાન્સમાં જ બુકિંગ કરાવી લેવાનું ચૂકતા નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button