મનોરંજન

ટેકનોસેવી હો તો આ ફિલ્મ ચોક્કજ જૂઓ, Ctrl બટન કોના હાથમાં છે તે સમજાશે…

આખું વિશ્વ હાલમાં એક વાતે એક છે અને તે છે ટેકોનોલોજીના ઉપયોગ મામલે. દુનિયામાં દરેક જગ્યાએ હાથમાં મોબાઈલ લઈ આપણે સેકન્ડ્સમાં અમુક કામ કરી લઈએ છીએ અને માનીએ છીએ કે દુનિયા આપણા આંગળીમા ટેરવે ચાલી રહી છે. તમે પણ જો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હો તો નેટફ્લિકસ તમારી માટે આ ફિલ્મ લઈને આવી છે. કમ્પ્યુટરના કન્ટ્રોલ બટનનું જ નામ આપ્યું છે ફિલ્મને. અનન્યા પાંડે અને વિહાન સમતને ચમકાવતી આ ફિલ્મ થોડા સમય પહેલા લીક થયેલી એક માહિતીનો આધાર લઈ બનાવી છે.

આ પણ વાંચો : મોર્ડન લાઈફસ્ટાઈલ જીવતી આ અભિનેત્રીઓ આવી વાતો પણ માને છે?

Credit : The Hindu

છ વર્ષ પહેલા ગૂગલનો એક ઈન્ટરનલ વીડિયો લીક થયો હતો, જેમાં લોકોને ઈન્ફ્લુઅન્સ કઈ રીતે કરવા તેની વાતચીત હતી. આને આધારે બનેલી આ ફિલ્મ ટેકનોલોજી-એઆઈ વગેરે આપણને કઈ રીતે કન્ટ્રોલ કરે છે તે વાત બતાવે છે.

ફિલ્મની સ્ટોરી મોર્ડન અને એકદમ ફ્રેશ છે. નલિની અને જૉ મસ્કરેનસ બે મિત્રો એન્જોય નામની એક ચેનલ શરૂ કરી મસ્ત કમાણી કરી લાઈફ એન્જોય કરે છે, લાખો ફોલોઅર્સ છે, પણ એક દિવસ એવું કંઈક થાય છે કે ભુકંપ આવે છે. ગમે ત્યારે ગમે તે એપ્સ ડાઉનલૉડ કરતા ને ગમે ત્યાં લાઈક શેર કરતી જનરેશન માટે આ ફિલ્મ બની છે. જોકે આપમે સૌ ઓછા કે વધુ પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, આથી તમામને અપીલ કરે તેવી ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી નવી છે અને અનન્યાએ સારો અભિનય કર્યો છે. વિહાન પણ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી રહ્યો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ અનએક્સપેક્ટેડ છે. જોકે ફિલ્મ ક્યાંક બોરિંગ થઈ જાય છે. સિન્સને ખેંચવામાં આવ્યા હોય તેમ લાગે છે. માવજત ક્યાંક ઓછી દેખાઈ છે.

પણ ફિલ્મ એકવાર જોવા જેવી છે.

મુંબઈ સમાચાર રેટિંગ-3.5/5

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત