Movie Review- Deva: પોટેન્શિયલવાળી સ્ટોરીનું નબળું નિર્દેશન, Shahid Kapoorને તારશે કે ડુબાડશે?

ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયામાં પોતાની અદ્ભૂત ડાન્સિંગ સ્કિલ્સથી દર્શકોનું મનોરંજન કર્યા બાદ બોલીવૂડના ચોકલેટી બોય શાહિદ કપૂર (Shahid Kapoor)એ 2025ની શરૂઆતમાં દમદાર કમબેક કર્યું છે. અહીં અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ એ છે દેવા. આ ફિલ્મમાં શાહિદ એક પોલીસમેનના રોલમાં જોવા મળ્યો છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેની પાસેથી દર્શકોને ખાસ્સી એવી અપેક્ષા છે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે દર્શકોના રિએક્શન પણ સામે આવી રહ્યા છે. ચાલો જોઈએ કેવી આ ફિલ્મ-
આવી છે દેવાની સ્ટોરી-

શાહિદ કપૂર અને પૂજા હેગડે સ્ટાર ફિલ્મ દેવાથી લોકપ્રિય મલયાલમ ફિલ્મ મેકર રોશન એન્ડ્ય્રુઝે કમબેદ કર્યું છે. આ ફિલ્મની વાર્તા એક ટેલેન્ટેડ, કાબેલ અને પ્રતિભાશાળી વિદ્રોહી પોલીસ અધિકારીની આસપાસ ફરે છે. આ પોલીસ ઓફિસર હાઈ-પ્રોફાઈલ મર્ડરના કેસનું ઈન્વેસ્ટિગેશન કરતાં કરતાં વિશ્વાસઘાત, છળ અને અસત્યના આવરણો દૂર કરે છે. કોઈ પણ ફિલ્મ માટે શરૂઆતના રિવ્યૂ એક મજબૂત વર્ડ ઓફ માઉથ સાબિત થાય છે. પરંતુ દર્શકોને કેવી લાગી આ ફિલ્મ એ વિશે વાત કરીએ.
દમદાર સ્ટોરી, નબળું નિર્દેશન
શાહિદ કપૂરની આ ફિલ્મ માટે દર્શકોમાં પારાવાર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને આ જ કારણ છે કે થિયેટરમાં ફિલ્મ જોવા માટે દર્શકો પહોંચ્યા ખરા પણ એમાંથી કેટલાક દર્શકો ખુશ નથી અને કેટલાક લોકો આ ફિલ્મથી ખૂબ જ ખુશ છે. ક્રિટિક્સે આ ફિલ્મની કમીઓ વિશે વાત કરતાં જણાવ્યું હતું ફેલ્મની સ્ટોરીમાં પોટેન્શિયલ છે, પણ તેમ છતાં ફિલ્મના નિર્દેશન ખૂબ જ નબળું છે. આ સિવાય શાહિદ પણ તેની પાસેથી રખાયેલી આશાઓ પર ખરો નથી ઉતર્યો તો વળી કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે શાહિદ જ આ ફિલ્મની જાન છે અને તેણે ફિલ્મને પકડી રાખી છે.
આ પણ વાંચો : શાહિદ કપૂરની ‘દેવા’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, ડેશિંગ લૂકથી ચાહકોને કર્યાં પ્રભાવિત
નેટિઝન્સ શું કહી રહ્યા છે-

સોશિયલ મીડિયા પર નેટિઝન્સ આ ફિલ્મને શાહિદના કરિયરની બેસ્ટ ફિલ્મ ગણાવી રહી છે તો વળી કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ રોલને શાહિદ સિવાય બીજો કોઈ એક્ટર ન્યાય ના આપી શકત. લોકોનું રિએક્શન જોતા તો એક વાત તો સ્પષ્ટ છે કે શાહિદ કપૂરનું પર્ફોર્મન્સ જ આ ફિલ્મની જાન છે. લોકોને ફિલ્મની સાથે સાથે તેના ગીતો પણ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ટૂંકમાં કહીએ કો ફિલ્મની સ્ટોરી કોમ્પ્લેક્સ પણ એકદમ અમેઝિંગ છે.
MUMBAI SAMACHAR RATING : 2.5/5