14 વર્ષના દીકરાની મા અને પેજ થ્રીની હીરોઈન કોને ડેટ કરી રહી છે?

પેજ થ્રી, મિ. એન્ડ મિસિસ અય્યર, ઓમકારા, વેક અપ સિદ, લાઈફ ઈન મેટ્રો જેવી ઘણી સારી ફિલ્મો આપનારી હીરોઈન કોંકણા સેન આજકાલ તેની લવ સ્ટોરીને લીધે ચર્ચામાં છે. કોંકણા સેન શર્મા અગાઉ ખોંસલા કા ઘોંસલા ફેઈમ રણવીર શૌરીના પ્રેમમાં હતી. બન્ને 2007 દરમિયાન એકબીજાને ડેટ કરતા હતા. તેઓ લીવ ઈનમાં પણ રહેતા હતા, પણ આ દરમિયાન કોંકણા પ્રેગનન્ટ થઈ અને બન્નેએ 2010માં લગ્ન કરી લીધા. તેમને હારૂન નામનો એક દીકરો છે જે હાલમાં 14 વર્ષનો છે. 2020માં કોંકણા અને રણવીર વચ્ચે મતભેદ સર્જાતા તેઓ એકબીજાથી અલગ રહેવા માંડ્યા અને 2020માં તેમણે છૂટાછેડા લઈ લીધા.
ત્યારબાદ ઘણા સમય સુધી હીરોઈન ફિલ્મી પદડાથી દૂર રહેતી હતી. દરમિયાન તેની બે ફિલ્મો
ડોલી કીટ્ટી ઔર વો અને ચમકતે સિતારે કરી હતી, જેના હીરો અમોલ પરાશર સાથે અભિનેત્રી ડેટ કરતી હોવાની વાતો વાયરલ થઈ છે. અમોલ કોંકણા કરતા સાત વર્ષ નાનો છે. જોકે બન્નેએ પોતાની રિલેશનશિપ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ બન્નેને સાથે જોયેલાઓ ગપશપ કરી રહ્યા છે.
પરાશર ઉધમ સિંહ ફિલ્મમાં ભગત સિંહ બન્યો હતો જ્યારે ટ્રિપિલંગ વેબ સિરિઝમાં પણ તેને બહુ પસંદ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ છે કે કોંકણા અને તેના વચ્ચે કંઈ છે કે પછી વાર્તા રે વાર્તા…