આલિયા-દીપિકા નહીં આ છે ટોચની અભિનેત્રી, જુઓ ટોપ-10 લિસ્ટ…
મુંબઈઃ એક મીડિયા દ્વારા સૌથી લોકપ્રિય અભિનેત્રીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ નવેમ્બર 2024નું છે. લિસ્ટમાં દક્ષિણની અભિનેત્રીઓનો દબદબો જોવા મળ્યો છે.આવો જાણીએ કઈ કઈ અભિનેત્રીએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો : ડ્રગ ડિલર સાથે કેવા હતા સંબંધો, મમતા કુલકર્ણીએ કર્યા ખુલાસા
સામંથા રૂથ પ્રભુઃ દક્ષિણ ભારતીય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
આલિયા ભટ્ટઃ આ યાદીમાં બીજા નંબરે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ છે.
નયનતારાઃ દક્ષિણ ભારતીય અભિનેત્રી નયનતારા ત્રીજા સ્થાને છે.
સાઈ પલ્લવીઃ સાઈ પલ્લવીએ ચોથા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે.
દીપિકા પાદુકોણઃ આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પાંચમા સ્થાને છે.
તૃષા કૃષ્ણનઃ અભિનેત્રી તૃષા કૃષ્ણન આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ત્રિશા મિસ ચેન્નાઈ 1999 સ્પર્ધાની વિજેતા છે.
કાજલ અગ્રવાલઃ આ યાદીમાં કાજલ અગ્રવાલ સાતમા ક્રમે છે.
રશ્મિકા મંદાનાઃ ‘પુષ્પ 2 “ફેમ શ્રીવલ્લી રશ્મિકા મંદાના આઠમા ક્રમે છે.
શ્રદ્ધા કપૂરઃ આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર નવમા ક્રમે છે.
કેટરિના કૈફઃ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ દસમા સ્થાને છે.