મનોરંજન

એક મહિના બાદ Anushka Sharmaએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો પહેલો ફોટો અને…

એક મહિના કરતાં પણ લાંબા સમય બાદ બોલીવૂડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયાના ખેલાડી વિરાટ કોહલીની વાઈફ અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ પર પાછી ફરી છે. અહીંયા તમારી જાણ માટે અનુષ્કાએ ફેબ્રુઆરી મહિનામાં લંડન ખાતે દીકરા અકાયને જન્મ આપ્યો હતો અને તે હાલમાં તેના દીકરાની દેખભાલમાં ખૂબ જ વ્યસ્ત છે.

બીજા સંતાનના જન્મના એક મહિના બાદ અનુષ્કાએ ગુરુવારે પહેલી વખત પોતાનો ફોટો શેર કર્યો છે. જોકે, અનુષ્કાએ આ ફોટો એક મોબાઈલ ફોનની બ્રાન્ડના પ્રમોશન માટેનો છે પણ ફેન્સને એનાખી શું લેવા દેવા? ફેન્સ તો એક મહિના બાદ તેને ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ જોઈને આનંદમાં આવી ગયા ગયા અને તેના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપી હતી કે સવારનો સૂરજ અને મારા #OnePlusOpen પર કંઈક વાંચવાનો સમય દિવસની શરૂઆત કરવા માટે આનાથી સારું બીજું શું હોઈ શકે? અનુષ્કાના ફેન્સ આટલા લાંબા સમય બાદ તેને ફરી સોશિયલ મીડિયા એક્ટિવ જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

એક ફેને તો અનુષ્કાના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાભી, ભાઈને કહોને કેકેઆરવાળા સાથે પંગો કરો… એન્ટરટેઈન્ટમેન્ટની કમી વર્તાઈ રહી છે. બીજા એક યુઝરે કહ્યું હતું કે આરસીબીની ચિયક કરવા માટે તમારી યાદ આવી રહી છે. વળી ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ભાભી IPLમાં તમને મિસ કરી રહ્યા છીએ…

આઈપીએલ માટે ભારત પાછા ફરવાના બે મહિના પહેલાં જ વિરાટ અને અનુષ્કા શર્મા લંડન જતા રહ્યા હતા. અનુષ્કા અત્યારે પણ વામિના અને દીકરા અકાય સાથે લંડનમાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે વામિકાના સ્કૂલ એડમિશન માટે તે ભારત પાછી ફરશે, કારણ કે વામિકા ત્રણ વર્ષની થઈ ગઈ છે. જોકે, આ મામકે કોઈ પણ ઓફિશિયલ માહિતી સામે નથી આવી રહી.

અત્રે ઉલ્લેખનીય છે કે અકાયનો જન્મ ફેબ્રુઆરી મહિનામાં થયો હતો. અનુષ્કા અને વિરાટે એક પોસ્ટ કરીને આ સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. જોકે, આ વખતે બંને જણે એ વાતની જાહેરાત પણ નહોતી કરી કે અનુષ્કા પ્રેગ્નન્ટ છે અને સીધા પોતાના દીકરાના જન્મની એનાઉન્સમેન્ટ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button