મનોરંજન

સૈયારાના ડિરેક્ટર મોહિતી સૂરીએ કેમ યાદ કરી મહેશ ભટ્ટની આશિકીને

અનુ અગ્રવાલ અને રાહુલ રૉયની આશિકી 90ના સાલમાં ફિલ્મો જોતા સૌને યાદ હશે. આ ફિલ્મ અને ખાસ કરીને તેનું મ્યુઝિક આજે પણ લોકોને યાદ છે. ફિલ્મની સફળતા પાછળ કુમાર સાનુ, અનુરાધા પૌડવાલ, અલ્કા યાજ્ઞિકના અવાજમાં ગવાયેલા ગીતો આજે પણ સાંભળવા ગમે તેવા છે. જોકે આ ગીતો યાદ કરવાનું કારણ કંઈક અલગ છે. યશરાજ ફિલ્મ્સની સૈયારા ફિલ્મના ડિરેકટર મોહિત સૂરીએ આ ફિલ્મને યાદ કરી છે. મોહિત સૂરીએ પોતાની સૈયારા ફિલ્મ દ્વારા આશિકીને ટ્રીબ્યુટ આપ્યું છે. તેણે એક કાર્યક્રમમાં કહ્યું કે હું લવસ્ટોરી અને મ્યુઝિકલ હીટ્સ આપવા માટે કે ફિલ્મો બનાવવા માટે આશિકી ફિલ્મ જોઈને જ પ્રેરાયો છું. 20 વર્ષ પહેલા આ ફિલ્મ જોઈ મને પણ આશિકી જેવી ફિલ્મો બનાવવાનું ઘેલું લાગ્યું હતું.

અહાન પાંડે અને અનીત પડ્ડાને ચમકાવતી આ ફિલ્મના ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે. લોકો આ જોડીને સ્ક્રીન પર પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માટ અરિજીત સિંહ, તનિષ્ક બાગચી, જુબિન નોટિયાલ વગેરેએ ગીત ગાયા છે.

આ પણ વાંચો: વધુ એક સ્ટાર ફેમિલી કિડની ફિલ્મ સૈયારાનું ટીઝર લૉંચઃ યશરાજ બેનર્સની ફ્લેવર દેખાઈ

ઘણા સમય પછી લવસ્ટોરી આવી રહી હોવાથી યુવાનો ફિલ્મ જોવા જશે તેમ જણાઈ રહ્યું છે. યશરાજ ફિલ્મ્સનો મહત્વનો ભાગ ફિલ્મનું સંગીત પણ હોય છે ત્યારે સૈયારાના ગીતો પણ સાંભળવા ગમે તેવા છે. જોકે ફિલ્મનું માર્કેટિંગ ઘણીવાર આકર્ષણ હોય છે, પરંતુ ફિલ્મ જોતા નિરાશા મળે છે. છેલ્લા ઘણા સમયથી સુપરહીટ કહી શકાય તેવી ફિલ્મ આવી નથી.

છાવાને બાદ કરતા 2025માં અપેક્ષા પ્રમાણે ફિલ્મ સફળ નિવડી નથી. ગઈકાલે અનુરાગ બસુની મેટ્રો ઈન દિનોં રિલિઝ થઈ છે. ફિલ્મના રિવ્યુ સારા છે, પણ 2007માં આવેલી લાઈફ ઈન મેટ્રો જેવી કમાલ કરી શકશે કેમ તે કહેવું મુશ્કેલ છે. ત્યારે 18મી જુલાઈએ સૈયારા રિલિઝ થઈ રહી છે, અત્યારથી ફિલ્મનુ ભવિષ્ય ભાખવું શક્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button