બોક્સ ઓફિસ પર સિકંદર પટકાઈ, એમ્પુરાનની પણ ધીમી રફતાર

બોલિવુડની ફિલ્મો કરતા સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી હોય છે. અત્યારે પણ સાઉથની એક ફિલ્મ એલ2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. L2:Empuraan ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹80 કરોડની નજીક કમાણી કરી છે. ફિલ્મની વાત કરવામાં આવે તો, આ ફિલ્મ મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં થિયેટરોમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટનું નિર્માણ એન્ટોની પેરુમ્બાવુર, ગોકુલમ ગોપાલન અને સુબાસ્કરન દ્વારા આશીર્વાદ સિનેમા, શ્રી ગોકુલમ મૂવીઝ અને લાઇકા પ્રોડક્શન્સ હેઠળ કરવામાં આવ્યું છે.
છઠ્ઠા દિવસે દરેક ભાષાઓમાં કુલ ₹9 કરોડની કમાણી કરી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પૃથ્વીરાજ સુકુમારન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે તેના છઠ્ઠા દિવસે દરેક ભાષાઓમાં કુલ ₹9 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે તેના પહેલા મંગળવારે મલયાલમ કુલ 51.35 દર્શકોને આકર્ષ્યા હતાં. L2: Empuraan એ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં કુલ ₹79.15 કરોડની કમાણી કરી લીધી છે. L2:Empuraan એ લ્યુસિફર ટ્રાયોલોજીનો બીજો ભાગ છે. પહેલો ભાગ 2019 માં થિયેટરોમાં આવ્યો હતાં એટલું જ નહીં પરંતુ તે ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી એવી સફળતા મળી હતી.
આ પણ વાંચો: Box office collection: સિકંદરે પહેલા દિવસ કરી આટલી કમાણી, મોહનલાલની ફિલ્મ કરતા પાછળ
ખુરેશી અબ્રામના પાત્રમાં મોહનલાલના અભિનયની ભારે પ્રશંસા
આ ફિલ્મના અત્યારે ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં અત્યારે અનેક ચાહકો પોસ્ટ કરીને ફિલ્મના વખાણ કરી રહ્યાં છે. ખાસ કરીને સુપરસ્ટાર મોહનલાલની અભિનયની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં મોહનલાલને ખુરેશી અબ્રામ તરીકે અને પૃથ્વીરાજ સુકુમારનને ઝાયેદ મસૂદ તરીકે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યાં છે. આ સાથે L2:Empuraan માં ટોવિનો થોમસ, મંજુ વૉરિયર, સચિન ખેડેકર, અભિમન્યુ સિંહ, જેરોમ ફ્લાયન, એરિક ઇબોની, સૂરજ વેંજારામુડુ અને ઇન્દ્રજીથ સુકુમારન પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
સલમાનની સિકંદર બોક્સ ઓફિસ પર ધોવાઈ! કમાણી તો માત્ર…
L2: Empuraan સામે સલમાન ખાન (Salman Khan) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની સિકંદરની સરખામણી કરવામાં આવે તો, સિકંદર કઈ ખાસ કમાલ કરી શકી નથી. મેગા સ્ટાર સાથે ફિલ્મ બની હોવા છતાં પણ લોકોને ફિલ્મને એટલી પસંદ કરી નથી. આ ફિલ્મ રવિવારે રિલિઝ થઈ હતી અને પહેલા દિવસે 26 કરોડની કમાણી કરી હતી પરંતુ ત્યાર બાદ કમાણીમાં સતત ઘટાડો જોવા મળ્યો! બે દિવસમાં સિકંદર 50 કરોડનો આંકડો પાર કરવામાં તો સફળ રહી પરંતુ ત્રીજા દિવસે માત્ર 19.5 કરોડની જ કમાણી કરી! ફિલ્મે દુનિયાભરમાંથી 95.75 કરોડની કમાણી કરી છે, જેમાં 74.5 રકોડ ભારતમાંથી અને 30 કરોડની વિદેશમાંથી કમાણી કરી છે પરંતુ મેકર્સ કહી રહ્યાં છે કે, ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.