ઉંમરથી નહીં અભિનય મહત્વનો હોય! એકની ફિલ્મ સુપરહિટ તો એકની બોક્સ ઓફિસમાં ધોવાઈ…

મુંબઈઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ સિકંદર બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. ઈદ પર ફિલ્મ રિલિઝ કરવામાં આવી હતી, છતાં પણ તે દર્શકોને સિનેમાઘર સુધી લાવી શકી નથી. સલમાન ખાને આ ફિલ્મથી લોકોને નિરાશ કર્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં સલમાન ખાન અભિનય પર ઉપકાર કરતો હોય તેવી રીતે કામ કર્યું છે, જેથી લોકોને ફિલ્મ ખાસ પસંદ આવી નથી. તેની સામે મોહનલાલની મલયાલમ ફિલ્મ L2: Empuraan લોકોને ખૂબ જ પસંદ આવી છે. લોકો મોહનલાલની આ ફિલ્મ L2: Empuraanને ખૂબ જ પ્રેમ આપી રહ્યાં છે.
સલમાનની છેલ્લી દરેક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ

બોલિવુડમાં સલમાનની ફિલ્મને લોકોએ નકારી દીધી છે, તો સામે મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. મલયાલમ ઉદ્યોગના આઇકોન મોહનલાલની ફિલ્મ L2: Empuraan ઇદના સપ્તાહના અંતે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ અત્યારે મલયાલમ ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. મલયાલમ સિનેમાના ચાહકો L2: Empuraanમાં મોહનલાલની એક્શનથી ભરપૂર ભૂમિકાની પ્રશંસા કરી રહ્યાં છે. આટલી ઉંમરે પણ મોહનલાલ ચાહકોને સિનેમાઘરો સુધી લાવવામાં સફળ રહ્યો છે.
સલમાન ખાન કરતા 5 વર્ષ મોટો હોવા છતાં પણ મોહનલાલ હિટ

સોશિયલ મીડિયામાં અત્યારે લોકો સલમાન ખાનને તેની ઉંમરને લઈને ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે. પરંતુ સામે મોહનલાલ જે સલમાન ખાન કરતા પણ 5 વર્ષ મોટો છે, છતાં પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે. પરંતુ સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. તેની છેલ્લે માત્ર એક સુલતાન ફિલ્મ સારી ચાલી હતી, પરંતુ તેના પછીની ફિલ્મો સાવ ફ્લોપ રહી છે, બોક્સ ઓફિસ પર તેની ફિલ્મો ખૂબ જ ખરાબ રીતે ધોવાઈ છે.
મોહનલાલ અને સલમાન વચ્ચે એક મોટો તફાવત જોવા મળે છે
રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, મોહનલાલ અને સલમાનની સરખામણી કરવામાં આવે તો બીજો એક મોટો તફાવત જોવા મળે છે. મોહનલાલ વિશે એ વાત પ્રખ્યાત છે કે, તે દિગ્દર્શકના વિઝનને સંપૂર્ણપણે સ્વીકારે છે, તે નવા દિગ્દર્શકો સાથે કામ કરવાનું પણ રાખે છે અને અનેક વખત નવી ભૂમિકાઓમાં જોવા મળવાનું પસંદ કરે છે. બીજી તરફ સલમાન વિશે એવું કહેવાય છે કે, તે દિગ્દર્શક કરતા પોતાના વિચારોને સ્ક્રિપ્ટમાં સામેલ કરવા માંગે છે. જેથી સલમાનની પાછલી ઘણી ફિલ્મો એક જ પ્રકારની પટકથા હોય તેવું લાગે છે. એક જ પ્રકારનો અભિનય અને એક પ્રકારની કહાણીના કારણે તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે.
સલમાન ખાનને કોઈ નવા દિગ્દર્શક સાથે કામ કરવું જોઈએઃ સૂત્રો
મહત્વની વાત એ પણ છે કે, ઘણા સમયથી સલમાન ખાને એવા કોઈ દિગ્દર્શક સાથે કામ કર્યું નથી. આવા કારણોથી સલમાન ખાનની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ રહી છે. સલમાન ખાનને નવા દિગ્દર્શક સાથે કામ કરવું જોઈએ અને નવા રોલ માટે પણ તૈયાર રહેવું પડશે. કારણે કે, લોકો હવે માત્ર અભિનેતાને જ નહીં પરંતુ ફિલ્મની કથા સાથે દરેક બાબતોને ધ્યાનમાં રાખીને ફિલ્મ જોવા માટે જાય છે. જ્યાં સુધી દર્શકોને કંઈક નવું જોવા નહીં મળે ત્યાં સુધી ફિલ્મ બોક્સ ઓફિસ પર નહીં ચાલે!
આપણ વાંચો : બોક્સ ઓફિસ પર સિકંદર પટકાઈ, એમ્પુરાનની પણ ધીમી રફતાર