Mithun Chakraborty health update: અભિનેતાના પુત્ર Mimohએ આપી આ જાણકારી | મુંબઈ સમાચાર
મનોરંજન

Mithun Chakraborty health update: અભિનેતાના પુત્ર Mimohએ આપી આ જાણકારી

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેતા અને રાજકારણી મિથૂન ચક્રવર્તીને સવારે તબિયત લથડતા કોલકાત્તા ખાતે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચારો બાદ તેમના ચાહકો ચિંતામાં હતા ત્યારે તેના પુત્ર મીમોએ પિતાની તબિયત અંગે જણાવ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ છે અને રૂટિન ચેકઅપ માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. જોકે ન્યૂઝ એજન્સીને હૉસ્પિટલના ડોક્ટરોએ આપેલી માહિતી અનુસાર મિથૂનનો એમઆરઆઈ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને હજુ અહેવાલો આવ્યા નથી. જોકે અભિનેતા સ્વસ્થ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. મિથૂનને લગભગ સવારે દસેક વાગ્યા છાતીમાં બળતરા અને દુખાવો તેમ જ બેચૈની થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. મિથૂન અહીં શાસ્ત્રી ફિલ્મના શૂટિંગ માટે આવ્યા હોવાની માહિતી મીડિયા અહેવાલ દ્વારા મળી છે.

થોડા સમય પહેલા જ 73 વર્ષીય મિથૂનને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. લગભગ 350 જેટલી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અને પોતાની આગવી ડાન્સિંગ સ્ટાઈલ ધરાવતા મિથૂનને લોકસભાની ચૂંટણીની ટિકટ મળવાની વાતો ચાલી રહી છે. મિથૂનનો મોટો ચાહકવર્ગ તેમના સારા સ્વાસ્થ્યની મનોકામના કરી રહ્યો છે.

Back to top button