મનોરંજન

મિસ વર્લ્ડ ફિનાલેમાં જોવા મળશે ભારતીયતાની ઝલક, કલાકારો કરશે લાઇવ પરફોર્મ

ઘણાં લાંબા સમય બાદ મિસ વર્લ્ડ 2024 સ્પર્ધા ભારતમાં યોજાવા જઇ રહી છે. 28 વર્ષના લાંબા સમયગાળા બાદ વિશ્વભરની સુંદરીઓ ભારતની ધરતી પર મિસ વર્લ્ડ ના તાજ માટે સ્પર્ધા કરતી જોવા મળશે. મિસ વર્લ્ડ 2024 ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન જિયો કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને હોસ્ટ બોલિવૂડના ફિલ્મ નિર્માતા કરણ જોહર અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ મેગન યંગ કરશે. નેહા કક્કર અને શાનના મધુર અવાજથી આજની સાંજ વધુ રંગીન બનશે.

આજની ગ્લેમર અને મનોરંજનથી ભરેલી સાંજમાં શઆન, નેહા કક્કર અને ટોની કક્કર પોતાની પ્રતિભા દર્શાવશે. દુનિયાભરની સૌંદર્ય સામ્રાજ્ઞીઓને આપણા દેશમાં એક સ્ટેજ પર જોવાનો લહાવો ચોક્કસ અવિસ્મરણીય હશએ.
મિસ વર્લ્ડ 2013ની વિજેતા મેગન યંગ કરણ જોહર સાથે 71મી મિસ વર્લ્ડ ફિનાલે હોસ્ટ કરવા જઇ રહી છે. કરણ જોહરની વાત કરીએ તો તેને બે રાષ્ટ્રીય પુરસ્કાર અને પદ્મશ્રી સહિત ઘણા ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યો છે. કરણ વિશ્વભરમાં ઘણો લોકપ્રિય છે. તેનો હિટ ચેટ શો કૉફી વિથ કરણ લોકોમાં ઘણો લોકપ્રિય છે.


ભારતીય દર્શકો માટે મિસ વર્લ્ડ ફિનાલે સાંજે 7.30 કલાકે સોની લિવ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ભારત તરફથઈ 22 વર્ષની સિની શેટ્ટી ટોપ-20માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. 5 ફૂટ 9 ઇંચ ઊંચાઇ ધરાવતી શેટ્ટીએ આ સ્પર્ધા ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનને સમર્પિત કરી છે. કર્ણાટકની રહેવાસી સિની શેટ્ટી મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાથી ખૂબ પ્રેરિત છે. એકાઉન્ટ્સ અને ફાયનાન્સમાં ગેજ્યુએશન કરનાર સિની એક ટ્રેઇન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે.


કોસ્ચ્યુમ ડિઝાઇનર અર્ચના કોચર જણાવે છે કે મોદીજીના કારણે વિદેશમાં ભારત પ્રત્યેની ધારણા હવે બદલાઈ ગઈ છે. અમે છેલ્લા આઠ વર્ષથી મેક ઇન ઇન્ડિયા થીમ પર મોદીજી સાથે કામ કરી રહ્યા છીએ. સ્પર્ધા માટે કપડાં ડિઝાઇન કરતી વખતે, અમે ભારતના સાંસ્કૃતિક મંત્રાલય સાથે પણ ચર્ચા કરીએ છીએ. અમારા સમગ્ર કલેક્શનમાં ભારતની ઝલક જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button