Kapoor Familyનો આ સભ્ય ફિલ્મોમાં ફલૉપ થયો, 67 વર્ષે ગ્રેજ્યુએટ થયો ને હવે…
કપૂર ખાનદાનની વાત આવે એટલે પૃથ્વીરાજ કપૂરથી માંડી રણબીર કપૂર સુધીના એકથી એક ચડિયાતા સુપરસ્ટાર ચહેરા નજર સામે આવે. ફિલ્મસર્જન અને અભિનયમાં દીકરાઓ નહીં પણ કપૂર ખાનદાનની દીકરી અને વહુઓએ પણ બાજી મારી છે,. પરંતુ આ પરિવારમાં બે-ત્રણ એવા સભ્ય છે જેમણે ફિલ્મજગતમાં જગ્યા નથી બનાવી, પણ તેઓ સફળતામાં પોતાના ભાઈ-બહેનોથી પાછળ નથી. આજે એવા જ એક સભ્યનો જન્મદિવસ છે. શમ્મી કપૂર અને ગીતા બાલીના પુત્ર આદિત્ય રાજ કપૂર. 1 જુલાઈ 1956ના રોજ જન્મેલા આદિત્યનો આજે 68મો જન્મદિવસ છે.
આદિત્ય રાજ કપૂરનો આજે ભલે ફિલ્મોથી દૂર છે અને તેની પત્ની પ્રીતિ કપૂર અને બે બાળકો તુલસી કપૂર અને વિશ્વ પ્રતાપ કપૂર સાથે ગોવામાં રહે છે. તે દિલ્હીના ફેન્ટસી લેન્ડ અને અપ્પુ ઘરના માલિક છે. આ સિવાય તેમનો ટ્રક અને વેરહાઉસનો બિઝનેસ છે જેનું ટર્નઓવર કરોડોનું છે. જોકે, હવે તેણે બિઝનેસમાંથી બ્રેક લીધો છે અને હવે તે ફૂલટાઈમ બાઇકર બની ગયો છે.
નોંધનીય છે કે એક સફળ બિઝનેસમેન બનતા પહેલા તેણે તેના પિતા શમ્મી કપૂર અને કાકા રાજ કપૂર અને શશિ કપૂરની જેમ અભિનેતા બનવાનું સપનું જોયું હતું. તેણે નાનપણથી જ કામ કરવાનું શરૂ કર્યું. પ્રથમ વખત તે તેની માતા ગીતા બાલીની ફિલ્મ જબસે તુમ્હે દેખા હૈમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો
આ પણ વાંચો : પહેચાન કૌનઃ ટીવીજગતની આ ગોળમટોળ કલાકાર એક સમયે આવી દેખાતી હતી
આ ફિલ્મમાં તેણે શાનદાર અભિનય કર્યો હતો. તેની એક્ટિંગને કારણે લોકોને લાગ્યું કે આદિત્ય પણ તેના પિતા અને દાદાની જેમ ભવિષ્યમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનશે.
જ્યારે આદિત્ય મોટો થયો, ત્યારે તે તેના પિતાની જેમ ખૂબ જ હેન્ડસમ દેખાતો. પરંતુ તે 2010માં જગમોહન મુંધરાની ફિલ્મ ચેઝમાં એક અભિનેતા તરીકે સફળ ન થઈ શક્યો. પ્રેક્ષકોએ સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો. તે તેના ડેબ્યૂમાં ફ્લોપ એક્ટર બની ગયો હતો, આ પછી પણ તેણે કેટલીક ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ કરી હતી, પરંતુ કંઈ ઉપજ્યું નહીં. આ પછી તેણે ટીવીની દુનિયામાં પોતાનું નસીબ અજમાવ્યું. આશુતોષ ગોવારીકરની સીરિયલ એવરેસ્ટમાં કામ કર્યું હતું. પરંતુ તે પણ ફ્લોપ સાબિત થઈ.
એક્ટિંગ પહેલા આદિત્યએ ફિલ્મ મેકિંગ શિખવા માટે રાજ કપૂરની ફિલ્મ બોબીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તેણે સત્યમ શિવમ સુંદરમ, ‘સાજન’, ગિરફ્તાર, પાપી ગુડિયા, આરઝૂ જેવી ફિલ્મોના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું, બાદમાં તેણે ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ લખ્યું. અને વર્ષ 2007માં સાંબર સાલસા.’ નામની અંગ્રેજી ફિલ્મો બનાવી. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી.
સતત નિષ્ફળતાને લીધે આદિત્યનું ફિલ્મજગતમાં કોઈ અસ્તિત્વ ન રહ્યું. પરંતુ અચાનક તે 2023 માં ફરી ચર્ચામાં આવ્યો જ્યારે તેણે તેની માતા ગીતા બાલીના અધૂરા સપનાને પૂરા કર્યા, 2023 માં, આદિત્ય 67 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયો હતો. તેણે ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું જેમાં તેને 59 ટકા માર્ક્સ મળ્યા.
સ્નાતક થયા પછી, તેણે બીબીસી હિન્દીને કહ્યું કે તેણે તેની માતાનું અધૂરું સપનું પૂરું કર્યું છે. આ સાથે તેણે કહ્યું હતું – આ પાછલા વર્ષોમાં મને મારી ભૂલનો અહેસાસ થયો છે. પરંતુ જ્યાં સુધી મને શિક્ષણનું વાસ્તવિક મહત્વ સમજાયું નહીં ત્યાં સુધી આ પૂરતું ન હતું. ત્યારથી મેં મારા વિષય તરીકે ફિલસૂફી પસંદ કરી. મેં મારું બેસ્ટ કરવાની કોશિશ કરી.
આજે આદિત્ય પોતાની દુનિયામાં ખુશ છે. દરેક ક્ષેત્રના લોકો માટે પ્રેરણા સમાન છે કે તમારા ખાનદાની બિઝનેસ કે ક્ષેત્રમાં જો તમને સફળતા ન મળે તો તમારે તમારા કૌશલ્યો અને રસ અનુસાર કામ કરવું જોઈએ.