મનોરંજન

મેલબોર્ન કોન્સર્ટ વિવાદ નેહા કક્કડનો પીછો નથી છોડતો, હવે આયોજકોએ કહ્યું કે

જાણીતી ગાયિકા નેહા કક્કડ હાલમાં તેનાં ગીતો મામલે નહીં પણ કોન્સર્ટના વિવાદમાં ફસાઈ છે. આ વિવાદમાં રોજ કંઈક નવું ઉમેરાય છે. ઓસ્ટ્રેલિયામાં કોન્સર્ટ માટે ગયેલી નેહા મેલબોર્નમાં શૉ માટે મોડી પહોંચી હતી. લગભગ 3 કલાક મોડી પહોંચ્યા બાદ તેણે સ્ટેજ પરથી રડીને માફી માગી હતી, પરંતુ અમુક ફેન્સ તેને માફ કરવા તૈયાર ન હતા અને હુરિયો બોલાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

ત્યારબાદ નેહાએ આ માટે આયોજકોને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આક્ષેપો કર્યા હતા કે આયોજકોએ તેમને ભોજન અને પાણી વીના રાખ્યા હતા. તેમને વેન્યુ સુધી પહોંચવા માટે કાર ન હતી મળી. સાઉન્ડ સિસ્ટમ બરાબર ન હતી. આ સાથે તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ શૉ તેણે ફ્રીમાં કર્યો હતો કારણ કે તેને પૈસા જ મળ્યા નથી. આયોજકોએ તેને પૈસા આપ્યા જ નથી.

તેની આ પોસ્ટ બાદ આયોજકોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે અમારી પાસે દરેક વાતના પુરાવા છે અમે પુરાવા સાથે ફરી આવશું અને દરેકને ઉઘાડા પાડીશું.

આયોજકોએ એમ પણ કહ્યું હતું કે આ શૉને લીધે તેમણે ચાર કરોડનું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. અમે નેહાને કાર મોકલવામાં ને તેને ફાઈવસ્ટાર હોટેલ્સ આપવામાં ઘણો ખર્ચો કરી નાખ્યો છે.

હવે આયોજકો શું પુરાવા લઈને આવે છે તે જોવાનું રહ્યું, પરંતુ ઘણા કેસમાં આયોજકો કલાકારોને ખરેખર ભૂખ્યા તરસ્યા છોડતા હોય છે, પૈસા પણ નથી આપતા અને ઘણા કેસમાં કલાકારોના નખરા અને ગેરવર્તન એવા હોય છે કે આયોજકોને પરસેવો છૂટી જાય છે.

આ પણ વાંચો: સુપરહીરો ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ક્રિશ 4 ની થઈ જાહેરાત! કોણ હશે Krrish? રાકેશ રોશને કહ્યું કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button